તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયા અને તેની ફેમિલી CBIના ટાર્ગેટ પર:CBIની FIRમાં 6 લોકોના નામ છે, રિયા ચક્રવર્તી જ આ બધાને સુશાંતની નજીક લાવી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિહાર પોલીસની વિનંતી પર CBIએ ગુરુવારે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો છે અને આ કેસની તપાસ પોતાને હસ્તક લઇ લીધી છે. CBIએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત કુલ 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમાં રિયાના પિતા ઇન્દ્રજીત, માતા સંધ્યા, ભાઈ શોવિક, સેમ્યુઅલ મિરાંડા અને શ્રુતિ મોદી સામેલ છે. એક અજાણ્યા વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ દરેક આરોપી સુશાંત સાથે જોડાયેલા હતા અને બધાનું એકબીજા સાથે કનેક્શન પણ છે.

રિયાનો પરિવાર બિઝનેસ પાર્ટનર હતો
EDએ રિયાને શુક્રવારે હાજર રહેવા માટે સમન મોકલ્યું છે. જેમાં તેની પાસે સુશાંત અને તેના ભાઈ શોવિક સાથે બે કંપનીઓની નાણાકીય વિગતો માગવામાં આવી છે. તેમાં વિવિડ્રેઝ રિયલીએક્સની ડિરેક્ટર રિયા ચક્રવર્તી છે અને ફ્રન્ટ ઇન્ડિયા ફોર વર્લ્ડમાં રિયાના ભાઈ શોવિકને ડિરેક્ટર બનાવ્યો હતો. આ બંને કંપનીઓ રિયાના પિતાના સરનામાં પર રજિસ્ટર્ડ હતી. વિવિડ્રેઝની સ્થાપના 2019માં અને ફ્રન્ટ ઇન્ડિયા 2020માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી. આ કંપનીઓમાં સુશાંતની કમાણીનો ઘણો મોટો ભાગ ઇન્વેસ્ટ કરવામાં આવ્યો હતો.

શ્રુતિ અને સુશાંતનું કનેક્શન પૈસા સાથે જ જોડાયેલું છે
શ્રુતિ, રિયા અને સુશાંતની કોમન ફ્રેન્ડ હતી. ઈન્સ્ટાગ્રામ પર શ્રુતિનું એક અનવેરિફાઈડ અકાઉન્ટ છે. જે હાલ પ્રાઈવેટ કરી દીધું છે. શ્રુતિ, રિયા અને તેનો ભાઈ શોવિકની પૂર્વ મેનેજર રહી ચૂકી છે. મુંબઈ પોલીસે શ્રુતિની પણ પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં સામે આવ્યું કે તે સુશાંતની પણ પૂર્વ મેનેજર હતી.

શ્રુતિએ મુંબઈ પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, જુલાઈ 2019થી ફેબ્રુઆરી 2020 સુધી તે સુશાંતની એસોસિએટ હતી. સુશાંત આર્થિક રીતે પણ મજબૂત હતો. મકાનના સાડા ચાર લાખ રૂપિયા સહિત તે દર મહિને આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ કરતો હતો.

સુશાંતના પરિવારે શ્રુતિનું નામ FIRમાં આયુ છે. કારણ કે તે રિયાના સંપર્કમાં હતી અને સુશાંતના રૂપિયાનો હિસાબ રાખતી હતી. હાલ શ્રુતિએ પોતાનું સોશિયલ મીડિયા પ્રાઇવેટ કરી દીધું છે.

સેમ્યુઅલ મિરાંડા પણ EDના ટાર્ગેટ પર છે
રિયા ચક્રવર્તીના મિત્ર સેમ્યુઅલ મિરાંડાની પણ પૂછપરછ થઇ ચૂકી છે. મની લોન્ડ્રીંગ એન્ગલથી તેને પ્રશ્નો કર્યા હતા. સુશાંતના ઘરના હાઉસકીપિંગ મેનજર રીતે રિયાએ જ તેને અપોઇન્ટ કર્યો હતો.

સુશાંતના મિત્ર સેમ્યુઅલ હાઓકિપે ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ઘર છોડીને ગયો તે સમયે સેમ્યુઅલ મિરાંડા ત્યાં જ હતો. સુશાંતના પિતાએ ફરિયાદમાં સેમ્યુઅલ મિરાંડાનું નામ લખાવ્યું છે કારણ કે તેમને શંકા છે, સેલરી ઓછી થવાને લીધે તે સુશાંતને હેરાન કરતો હતો. સેમ્યુઅલને ટ્રેક કરવામાં મુંબઈ પોલીસ સફળ ન રહી. ત્યારબાદ હવે EDએ બે દિવસમાં જવાબ માગ્યા છે.

અન્ય સમાચારો પણ છે...