SRKની લાઈફ:મન્નત સિવાય શાહરૂખ ખાન ઘણી પ્રોપર્ટીનો માલિક છે, દુબઈમાં પ્રાઈવેટ આઈલેન્ડની સાથે અલીબાગમાં આલીશાન બંગલો છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાહરૂખ હંમેશાં પારિવારિક પ્રસંગે અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને સેલિબ્રેટ કરવા માટે પોતાના અલીબાગ સ્થિત ઘરે જાય છે

કિંગ ખાનની લાઈફ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત છે. શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' મુંબઈમાં સૌથી ચર્ચિત અને આયકોનિક જગ્યામાંથી એક છે, તેમજ સુપરસ્ટારની પાસે તે ઉપરાંત પણ અન્ય લેવિશ પ્રોપર્ટીઝ છે. જેમાં દુબઈમાં એક પ્રાઈવેટ આઈલેન્ડ અને અલીબાગમાં એક લેવિશ હોલિડે હોમ સામેલ છે. SRKનો સીફેસિંગ અલીબાગવાળો બંગલો કથિત રીતે 19,960 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ આલિશાન બંગલામાં એક હેલીપેડ પણ છે. તેના આ ઘરનું ઈન્ટરિયર તેની પત્ની ગૌરી ખાને કર્યું છે.

ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રો બંગલા પર જાય છે
શાહરૂખ હંમેશાં પારિવારિક પ્રસંગે અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને સેલિબ્રેટ કરવા માટે પોતાના અલીબાગ સ્થિત ઘરે જાય છે. કરણ જોહર, કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, ફરાહ ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્વેતા બચ્ચન નંદા, અનન્યા પાંડે અને દીપિકા પાદુકોણ જેવા ઈન્ડસ્ટ્રીના ઘણા મિત્રો શાહરૂખના બંગલા પર જોવા મળે છે.

અલીબાગમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, શાહરૂખે આ વર્ષે પોતાનો જન્મદિવસ અલીબાગમાં મનાવ્યો હતો, જ્યારે તેના દીકરા આર્યન ખાનને બોમ્બે હાઈકોર્ટમાં જામીન પર મુક્ત કર્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈમાં ગોવા જતી એક લક્ઝરી ક્રૂઝ પર દરોડા પાડીને સ્ટાર પુત્રની ધરપકડ કરવામાં આવી હતી.

શાહરૂખ ખાનનું વર્ક ફ્રંટ
શાહરૂખના વર્ક ફ્રંટની વાત કરીએ તો સિદ્ધાર્થ આનંદની 'પઠાન'માં દીપિકા પાદુકોણની સાથે જોવા મળશે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં હશે. તે ઉપરાંત તે એટલીની કોમર્શિયલ એન્ટરટેઈનરનો હિસ્સો છે, જ્યાં તે ડબલ રોલમાં જોવા મળશે. SRK રાજકુમાર હિરાનીની ઈમિગ્રેશન ડ્રામા પણ જોવા મળશે. જો કે, SRKએ અત્યાર સુધી આ તમામ પ્રોજેક્ટ્સની સત્તાવાર પુષ્ટિ નથી કરી.