તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Aparshakti Khurana Is About To Become A Father, While Sharing The News, He Said Work Did Not Expand In Lockdown We Thought Family Only Expands

નવું મહેમાન આવશે:અપારશક્તિ ખુરાનાએ ગુડ ન્યૂઝ શેર કરતા કહ્યું,‘લોકડાઉનમાં કામ તો એક્સપેંડ ના થયું આથી અમે વિચાર્યું ફેમિલી એક્સપેંડ કરી લઈએ’

20 દિવસ પહેલા
કપલે વર્ષ 2014માં લગ્ન કર્યા હતા
  • અપારશક્તિ અને તેની પત્ની આકૃતિએ સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને સમાચાર આપ્યા
  • બંને ચંડીગઢમાં એક ડાન્સ ક્લાસ દરમિયાન મળ્યા હતા

બોલિવૂડ એક્ટર અપારશક્તિ ખુરાનાની ફેમિલીમાં એક નવું મહેમાન આવવાનું છે. અપારશક્તિ અને તેની પત્ની આકૃતિ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવાના છે. બંનેએ સોશિયલ મીડિયામાં બેબી બંપ સાથે ફોટો શેર કરીને ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા છે.

એક્ટરે આ કેપ્શન લખ્યું
ફોટો કેપ્શનમાં અપારશક્તિએ લખ્યું, લોકડાઉનમાં એક્સપેંડ ના થઈ શક્યું આથી અમને લાગ્યું કે ફેમિલી એક્સપેંડ કરી લઈએ. આકૃતિએ લખ્યું, આ બેબી બૂમર પેઢીમાં અમે પણ અમારું યોગદાન આપી રહ્યા છે.

અપારશક્તિની પોસ્ટ
અપારશક્તિની પોસ્ટ

ચાહકો અને સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
અપારશક્તિની આ પોસ્ટ કોઈને ફેન્સ ઉપરાંત સેલેબ્સે પણ બંનેને અભિનંદન પાઠવ્યા છે. એક્ટર સની સિંહે કમેન્ટમાં લખ્યું, અભિનંદન ભાઈ, તમને બંનેને ખૂબ સારો પ્રેમ. સિંગર જોનિતા ગાંધીએ પણ ઈમોજી શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. એક્ટર આદિત્ય સીલે પણ કમેન્ટમાં લખ્યું, ક્યા બાત હૈ પાજી, બધાઈ.

આકૃતિની પોસ્ટ
આકૃતિની પોસ્ટ

અપારશક્તિ ઈચ્છે છે કે તેના બાળકો ચંડીગઢમાં મોટા થાય
અપારશક્તિ અને આકૃતિ ચંડીગઢમાં એક ડાન્સ ક્લાસ દરમિયાન મળ્યા હતા અને બંનેએ 7 સપ્ટેમ્બર 2014ના રોજ લગ્ન કર્યા હતા. ગયા વર્ષે તેમણે ચંડીગઢમાં બંગલો ખરીદ્યો હતો. ઘર લેતી વખતે એક્ટરે કહ્યું હતું, હું ઈચ્છું છું કે મારા બાળકો ચંડીગઢમાં મોટા થાય.

દંગલ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું
અપારશક્તિએ એક રેડિયો જોકી તરીકે પોતાના કરિયરની શરુઆત કરી હતી. ચંડીગઢમાં જન્મેલો એક્ટર સૌપ્રથમ ‘MTV રોડીઝ’માં કેમેરાની સામે આવ્યો હતો. તેણે શો માટે ઓડિશન આપ્યું હતું. વર્ષ 2016માં ફિલ્મ દંગલથી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. એ પછી તે બદ્રીનાથ કી દુલ્હનિયા, સ્ત્રી, લુકા ચુપ્પી, પતિ પત્ની ઔર વો અને સ્ટ્રીટ ડાન્સરમાં દેખાયો હતો.

અન્ય સમાચારો પણ છે...