તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Anushka Virat Sent A Message To Mumbai based Photographers, Saying, If You Take A Picture Of Us, It Will Work, But My Daughter Pics Not To Click

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:અનુષ્કા-વિરાટે મુંબઈના ફોટોગ્રાફર્સને મેસેજ મોકલીને કહ્યું, 'અમારી તસવીર પાડશો તો ચાલશે પણ દીકરીની એક પણ તસવીર ક્લિક ના કરતાં'

મુંબઈ13 દિવસ પહેલા
રિપોર્ટ પ્રમાણે, અનુષ્કા-વિરાટે દીકરીના જન્મ બાદ હોસ્પિટલમાં સિક્યોરિટી ટાઈટ કરાવી છે. નિકટના સંબંધીઓ પણ હોસ્પિટલ આવી શકે તેમ નથીઃ ફાઈલ તસવીર - Divya Bhaskar
રિપોર્ટ પ્રમાણે, અનુષ્કા-વિરાટે દીકરીના જન્મ બાદ હોસ્પિટલમાં સિક્યોરિટી ટાઈટ કરાવી છે. નિકટના સંબંધીઓ પણ હોસ્પિટલ આવી શકે તેમ નથીઃ ફાઈલ તસવીર

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ ફોટોગ્રાફર્સ દીકરીની તસવીર ક્લિક ના કરે તેવી અપીલ કરી છે. તેમણે મુંબઈના ફોટોગ્રાફર્સને આ અંગે એક નોટ પણ મોકલી છે, જેમાં લખ્યું છે, 'તમે અમને જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.'

'દીકરીનું કન્ટેન્ટ પબ્લિશ ના કરો'
વધુમાં નોટમાં કહેવામાં આવ્યું છે, 'અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો કે અમે ક્યાંથી આવીએ છીએ. આના માટે આભાર.'

એક્સક્લૂસિવ / બબીતા-કરીનાની ડિલિવરી કરાવનારા 91 વર્ષીય પારસી ડૉક્ટરે અનુષ્કા શર્માની નોર્મલ ડિલિવરી કરાવી, કરીનાની બીજી ડિલિવરી પણ એ જ કરાવશે

સોમવારે દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી.

વિરાટના ભાઈએ શુભેચ્છા પાઠવી
વિરાટના ભાઈ વિકાસે સોશિયલ મીડિયામાં એક બાળકીના પગની તસવીર શૅર કરી હતી, જેને ચાહકો અનુષ્કા-વિરાટની દીકરી સમજી બેઠા હતા. જોકે, પછી વિકાસે સ્પષ્ટતા કરી હતી કે તેણે શુભેચ્છા આપવા માટે પ્રતીકાત્મક તસવીરનો ઉપયોગ કર્યો હતો.

ફૅક ફોટો વાઈરલ થયો

સોશિયલ મીડિયામાં એક ફૅક ફોટો વાઈરલ થયો હતો, જેમાં અનુષ્કા નવજાત બાળક સાથે જોવા મળી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે આ અનુષ્કાની દીકરી છે. જોકે, આ તસવીર 9 જુલાઈ, 2018માં એક આર્ટિકલમાં પબ્લિશ થઈ હતી. આ ફૅક તસવીર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser