તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરી, સોમવારના રોજ બપોરે દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ મુંબઈની બ્રીચ કેન્ડ હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. દીકરીના જન્મ બાદ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં પુત્રી જન્મના વધામણા આપ્યા હતા અને તમામને પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી.
વિરાટે પ્રાઈવસી અંગે સાવચેતી રાખી
અનુષ્કા તથા વિરાટ પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત કરે છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા છે. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શકે તેમ નથી. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિફ્ટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં અનુષ્કાના ફ્લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નથી. આટલું જ નહીં હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવે છે.
શા માટે આટલી પ્રાઈવસી રાખવામાં આવી?
હોસ્પિટલ તથા વિરાટ-અનુષ્કાના નિકટના લોકોને પણ એ વાતની નવાઈ લાગે છે કે આટલી બધી પ્રાઈવસી શા માટે રાખવામાં આવી રહી છે? ચર્ચા એવી છે કે વિરાટ તથા અનુષ્કાએ મેગેઝિનને દીકરીની પહેલી તસવીરના રાઈટ્સ આપ્યા હોય તે માટે આટલું બધું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
હોસ્પિટલે પણ પોતાના સ્ટાફને કડક શબ્દોમાં સૂચના આપી છે કે તેઓ અનુષ્કાના રૂમની અથવા તો તેની દીકરીની એક પણ તસવીર ક્લિક ના કરે. આટલું જ નહીં એવી પણ ચર્ચા છે કે જ્યારે અનુષ્કાને ડિસ્ચાર્જ આપવામાં આવશે ત્યારે તે મુખ્ય દરવાજામાંથી પસાર થશે નહીં. હોસ્પિટલે પાછળની સાઈડ આવેલા દરવાજાથી જવાની ખાસ વ્યવસ્થા કરી આપી છે. માનવામાં આવે છે કે અનુષ્કાની દીકરીની ઝલક માટે મુખ્ય દરવાજા પર ફોટોગ્રાફર્સ ઊભા હશે અને તેનાથી બચવા માટે જ તેમણે હોસ્પિટલ પાસે આ રીતની વ્યવસ્થા કરાવી છે.
વિરાટ તથા અનુષ્કા દેશના બિગેસ્ટ સેલિબ્રિટી કપલમાંથી એક છે. દરેકની નજર તેમની દીકરી પર હોય તે સમજી શકાય તેવી વાત છે. ઓગસ્ટ, 2020માં જ્યારે અનુષ્કાએ પ્રેગ્નન્સીની વાત સોશિયલ મીડિયામાં જાહેર કરી હતી ત્યારે તે પોસ્ટ 2020ની સૌથી પસંદ કરાયેલી પોસ્ટમાંથી એક હતી. આ પરથી કપલની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય છે.
અનુષ્કા શર્મા મે મહિનામાં એટલે કે દીકરીના જન્મના ચાર મહિના બાદ કામ પર પરત ફરશે. અનુષ્કા છેલ્લે 2018માં શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.