તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલ:અનુષ્કા શર્માની નવી શરૂઆત મેટરનિટી કપડાંને ઓનલાઈન વેચીને 2.5 લાખ પાણી બચાવશે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલી આ વર્ષની શરૂઆતમાં દીકરી વામિકાના પેરેન્ટ્સ બન્યા હતા. હવે અનુષ્કાએ નવી પહેલ કરી છે. અનુષ્કા પોતાના મેટરનિટી કપડાં ઓનલાઈન ચેરિટી સેલમાં વેચી રહી છે અને પૈસા ભેગા કરશે. અનુષ્કા આ રકમ 'સ્નેહા' નામના ફાઉન્ડેશનમાં આપશે. આ ફાઉન્ડેશન સાથે મળીને અનુષ્કા મેટરનલ હેલ્થનું સમર્થન કરી રહી છે.

પ્રેગ્નન્સી દરમિયાન અનુષ્કાને આ વિચાર આવ્યો
આ પહેલ અંગે અનુષ્કા શર્માએ કહ્યું હતું કે આ વિચાર તેને પ્રેગ્નન્સી દરમિયાન આવ્યો હતો. આ બહુ જ સરળ રીત છે. આ કારણે આપણામાંથી દરેક સારી રીતે જીવન જીવી શકે છે. તે પણ સર્ક્યુલર ફેશન સિસ્ટમથી કપડાં શૅર કરી શકાય અને ખરીદી શકાય. આનાથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે. પ્રેગ્નન્સી દરમિયાન તેણે જીવનના આ તબક્કા અંગે વિચાર્યું હતું. આથી જ સર્ક્યુલર ઈકોનૉમીમાં ભાગ લઈ શકો છો. આથી જ તેને આશા છે કે ઈકોસિસ્ટમને એક સાથે શરૂ કરી શકાય.

મેટરનિટી ક્લોથ્સ વેચીને અઢી લીટર પાણી બચાવશે
અનુષ્કાએ આગળ કહ્યું હતું, 'ઉદાહર તરીકે ભારતના શહેરોમાં માત્ર એક ટકા પ્રેગ્નન્ટ મહિલાઓએ પણ નવા કપડાંની જગ્યાએ પ્રી લવ્ડ મેટરનિટી કપડાં ખરીદ્યા તો આપણે દર વર્ષ પરંપરાગત રીતે એક વ્યક્તિ 200 વર્ષથી વધુ જેટલું પાણી પીએ છે, તેટલું પાણી બચાવી શકીશું. આ એક એવી રીત છે, જેમાં દરેક વ્યક્તિની નાનો અમથો પણ પ્રયાસ કરે તો પાણી બચાવી શકે છે.' અનુષ્કાએ જે કપડાં સેલ માટે આપ્યા, તેમાંથી અઢી લાખ લીટરથી વધુ પાણી બચી શકશે.

અનુષ્કાના આ વ્યવહારથી જાગૃતતા વધી છે અને તેને કારણે પર્યાવરણ પર હકારાત્મક અસર પડી શકે છે. અનુષ્કા પર્યાવરણ અંગે ઘણી જ સજાગ છે. તે અવારનવાર પર્યાવરણ અંગેની સમજ કેળવવા માટે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરતી રહેતી હોય છે.