સેલેબ લાઈફ:ચાહકોએ વિરાટની બહેન ભાવનાને પૂછ્યું, ‘વામિકા પપ્પા જેવી લાગે છે મમ્મી જેવી?’ ફોઈએ આ જવાબ આપ્યો

6 મહિનો પહેલા
હાલમાં જ વિરાટ કોહલી પત્ની તથા દીકરી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો
  • અનુષ્કાએ જાન્યુઆરીમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.
  • કપલે હજુ સુધી તેમની દીકરી વામિકાનો ચહેરો દેખાડ્યો નથી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હજુ સુધી તેમની નાનકડી દીકરીનો ફોટો કોઈને બતાવ્યો નથી. આ કપલ તેમની દીકરી વામિકા સાથે ઘણીવાર એરપોર્ટ પર સ્પોટ થયું છે પણ કોઈને વામિકાની ઝલક જોવા મળી નથી. ચાહકો વામિકાને જોવા માટે આતુર થઈ રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આ કપલનાં ફેન્સે વિરાટ કોહલીની બહેન ભાવનાને પૂછ્યું કે, વામિકા કોના જેવી લાગે છે? ભાવનાનાં જવાબે ચાહકોનાં દિલ જીતી લીધા. અનુષ્કાએ જાન્યુઆરીમાં દીકરી વામિકાને જન્મ આપ્યો હતો.

વિરાટની બહેન ભાવના કોહલી અને તેનો પતિ
વિરાટની બહેન ભાવના કોહલી અને તેનો પતિ

‘વામિકા એક એન્જલ છે’
સોશિયલ મીડિયા પર ક્વેશ્ચન-આન્સર સેશનમાં એક ચાહકે ભાવના કોહલી ધિંગ્રાને પૂછ્યું કે, ‘વામિકા તેના પપ્પા વિરાટ જેવી લાગે છે કે પછી તેના મમ્મી અનુષ્કા જેવી લાગે છે?’ ભાવનાએ જવાબ આપતા લખ્યું, ‘હું વામિકાને મળી છું અને તે એક એન્જલ છે. તે બંને સારા પેરેન્ટ્સ છે. બંને વામિકાને ખૂબ પ્રેમ કરે છે.’ જો કે, ભાવનાએ વામિકા કોના જેવી લાગે છે તે વાતની ચોખવટ ના કરી.

વિરાટે કહ્યું, દીકરી સમજણી ના થાય ત્યાં સુધી સોશિયલ મીડિયાથી દૂર રાખીશું
થોડા સમય પહેલાં વિરાટ કોહલીનાં એક ચાહકે તેની દીકરી વામિકા નામનો અર્થ અને તેના ફોટો વિશે પૂછ્યું ત્યારે ક્રિકેટરે કહ્યું હતું, વામિકા એ દેવી દુર્ગાનું એક નામ છે. અમે હજુ વામિકાને સોશિયલ મીડિયા પર એક્સોઝ કરવાનું વિચાર્યું નથી, જ્યાં સુધી વામિકા સમજણી ના થાય અને તેને સોશિયલ મીડિયા વિશે ખબર ના પડે ત્યાં સુધી અમે તેને આ પ્લેટફોર્મથી દૂર રાખીશું. તે પોતાની ચોઈસથી સોશિયલ મીડિયા પર આવી શકે છે.

મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા
હાલમાં જ વિરાટ કોહલી પત્ની તથા દીકરી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ઈન્ડિયન ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે રવાના થઈ હતી. આ સમયે અનુષ્કા-વામિકા પણ વિરાટ સાથે જોવા મળ્યા હતા. અનુષ્કાએ દીકરીને છાતી સરસી ચાંપેલી હતી. વામિકા ઊંઘમાં હોય તેમ લાગતું હતું. જોકે, અનુષ્કાએ એ વાતનું બરોબર ધ્યાન રાખ્યું હતું કે દીકરીનો ચહેરો બિલકુલ ના દેખાય. તેણે બરોબર રીતે ચહેરો કવર કરીને રાખ્યો હતો, તેમ છતાંય ફોટોગ્રાફર્સે દીકરીની નાનકડી ઝલક કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી.

અનુષ્કા-વિરાટે ફંડરેઝરની શરૂઆત કરી હતી
ભારતમાં કોરોનાની બેકાબૂ સ્થિતિ બાદ ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ હતું. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી હતી. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું હતું.

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો
32 વર્ષીય અનુષ્કાએ સોમવાર, 11 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યાં હતાં અને ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી હતી. અનુષ્કા તથા વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપીને વિનંતી કરી હતી કે તેઓ દીકરીની તસવીર ક્લિક ના કરે. નોંધનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગ શરુ કર્યું હતું. એ પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સમાં લગ્ન કર્યા હતા. લગ્નનાં 3 વર્ષ પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે.

અન્ય સમાચારો પણ છે...