પેરેન્ટ્સ લવ:અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની દીકરી 2 મહિનાની થઈ, અમદાવાદની હોટલમાં સેલિબ્રેશન કર્યું

અમદાવાદ7 મહિનો પહેલા
અનુષ્કા શર્મા 24 ફેબ્રુઆરીના રોજ દીકરી સાથે અમદાવાદ આવી હતી
  • અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને બ્રીચ કેન્ડ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા આજે એટલે કે 11 માર્ચના રોજ બે મહિનાની થઈ છે. અનુષ્કા તથા વિરાટે દીકરી બે મહિનાની થઈ તો સેલિબ્રેશન કર્યું હતું. વિરાટ હાલમાં ઇંગ્લેન્ડ સામેની ક્રિકેટ સિરીઝ ચાલતી હોવાથી અમદાવાદમાં જ છે. અનુષ્કા શર્મા પણ દીકરી સાથે અમદાવાદ આવી છે. નોંધનીય છે કે આવતીકાલથી એટલે કે 12 માર્ચથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી-20ની મેચ શરૂ થશે.

હોટલમાં જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

અનુષ્કા શર્માએ સો.મીડિયામાં કેકની તસવીર શૅર કરી હતી
અનુષ્કા શર્માએ સો.મીડિયામાં કેકની તસવીર શૅર કરી હતી

અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી હોટલમાં અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કા શર્માએ સો.મીડિયામાં રેનબો કેકની તસવીર શૅર કરી હતી. તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'અમને બે મહિનાની ખુશી'

હાલમાં જ વિરાટે સ્ટ્રોંગ મેસેજ આપ્યો હતો

વિરાટ કોહલીએ દીકરી તથા પત્નીની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી
વિરાટ કોહલીએ દીકરી તથા પત્નીની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વાઈફ અનુષ્કા અને દીકરી વામિકાનો ફોટો શૅર કરીને વુમન્સ ડેની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોમાં દીકરી વામિકા સાથે રમી રહી હોય એમ લાગી રહ્યું છે. કોહલીએ લખ્યું હતું, 'બાળકનો જન્મ જોવો એ સૌથી અવિશ્વસનીય અને અદ્ભુત અનુભવ છે. તેના સાક્ષી બન્યા પછી તમે સ્ત્રીની સાચી શક્તિ અને દૈવીતાને સમજો છો તેમજ એ પણ જાણો છો કે ભગવાને શા માટે તેમના અંદર જીવન બનાવ્યું છે, કારણ કે તેઓ પુરુષો કરતાં વધુ મજબૂત છે. મારા જીવનની ખૂબ જ ઉગ્ર, કરુણાશીલ અને મજબૂત મહિલા તથા તેનાં માતાની જેમ બનવા મોટી થવા જઇ રહેલી દીકરીને હેપ્પી વુમન્સ ડે. વિશ્વની બધી મહિલાઓને પણ વુમન્સ ડેની શુભેચ્છા.'

11 જાન્યુઆરીએ વિરાટ-અનુષ્કા પેરન્ટ્સ બન્યાં

અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરીને નામ જાહેર કર્યું હતું
અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરીને નામ જાહેર કર્યું હતું

ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ દીકરી સાથેનો પ્રથમ ફોટો શેર કરીને લખ્યું હતું કે 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી, પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.' અનુષ્કાની દીકરી વામિકાનો અર્થ માતા દુર્ગા એવો થાય છે.

વિરાટ-અનુષ્કાએ રિદ્ધિમાન સાહાના દીકરાની પાર્ટી એન્જોય કરી હતી

પાર્ટીમાં અનુષ્કા તથા વિરાટ એકબીજાની વાતોમાં ખોવાયેલા જોવા મળ્યા હતા
પાર્ટીમાં અનુષ્કા તથા વિરાટ એકબીજાની વાતોમાં ખોવાયેલા જોવા મળ્યા હતા

દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટેસ્ટમાં જીત મેળવીને ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 3-1 પોતાને નામે કરી હતી. આ સાથે જ ટીમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતની જીત અને ક્રિકેટર રિદ્ધિમાન સાહાના દીકરા અન્વયના પ્રથમ બર્થડે પર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ હોટલમાં કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ જોવા મળ્યાં હતાં.

દીકરીને જન્મ આપ્યાના 11 દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી

ડિલિવરી બાદ અનુષ્કાના સ્લિમ અંદાજથી ચાહકોને અચરજ થયું હતું
ડિલિવરી બાદ અનુષ્કાના સ્લિમ અંદાજથી ચાહકોને અચરજ થયું હતું

દીકરીના જન્મના 11 દિવસ બાદ અનુષ્કા પતિ સાથે ડૉક્ટરને ત્યાં આવી હતી. આ સમયે અનુષ્કાની બૉડી જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા હતાં. અનેક ચાહકોએ સવાલ કર્યો હતો કે શું અનુષ્કા ક્યારેય પ્રેગ્નન્ટ પણ હતી ખરાં?