તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

#InThisTogether:અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કોરોનાગ્રસ્ત લોકો માટે સાત કરોડ રૂપિયા ભેગા કરશે, માત્ર એક દિવસમાં 3.6 કરોડ રૂપિયા જમા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકા-નિક બાદ અનુષ્કા-વિરાટ કોરનાની લડાઈમાં સાથે આવ્યા

કોરોનાની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ જેવી અનેક જરૂરી ચીજ વસ્તુઓની ઊણપ વર્તાઈ છે. આ અછતને દૂર કરવા માટે અનેક બોલિવૂડ સેલેબ્સ આગળ આવ્યા છે. તેઓ ચાહકોને ડોનેટ કરવાની અપીલ કરી રહ્યાં છે. આ દરમિયાન અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીએ સાત દિવસ માટે ક્રાઉડફંડિંગની શરૂઆત કરી હતી. બંનેએ #InThisTogether અભિયાનમાં 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અને સાત કરોડ ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યું છે. માત્ર 24 કલાકની અંદર 3.6 કરોડ રૂપિયા જમા થયા છે.

અનુષ્કાએ આભાર માન્યો
અનુષ્કાએ 3.6 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થયા બાદ જેને પણ ડોનેશન આપ્યું, તે તમામનો આભાર માન્યો છે. એક્ટ્રેસે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'તે તમામ લોકોની આભારી છું, જેમણે અત્યાર સુધી ડોનેશન આપ્યું. તમારા યોગદાન માટે આભાર. આપણો અડધો રસ્તો પાર કરી ચૂક્યા છીએ. ચાલો આગળ વધતા જઈએ. #InThisTogether'

સાત દિવસ અભિયાન ચાલશે
આ અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને આપવામાં આવશે. ACT અભિયાનનો ઈમ્પ્લિમેન્ટેશન પાર્ટનર છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે.

અનુષ્કાએ આ વાત કહી
વીડિયો પોસ્ટ કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે. આપણે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવીશું. મહેરબાની કરીને ભારત તથા ભારતીયોના સપોર્ટમાં આગળ આવો. તમારું કોન્ટ્રીબ્યૂશન આ મુશ્કેલ સમયમાં કોઈનું જીવન બચાવી શકે તેમ છે માસ્ક પહેરો, ઘરમાં રહો, સલમાત રહો.