વામિકાની બર્થડે પાર્ટીની તસવીરો:અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકામાં દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

મુંબઈ8 દિવસ પહેલા
  • અનુષ્કા-વિરાટની દીકરી 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા 11 જાન્યુઆરીના રોજ એક વર્ષની થઈ. હાલમાં વિરાટ કોહલી ટેસ્ટ મેચ તથા વન-ડે સિરીઝ માટે સાઉથ આફ્રિકામાં છે. વિરાટ કોહલીની સાથે દીકરી તથા અનુષ્કા પણ ગયાં છે. વિરાટ તથા અનુષ્કાએ સાઉથ આફ્રિકામાં દીકરીનો પહેલો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી.

અનુષ્કા પતિ ને દીકરી સાથે જોવા મળી
અનુષ્કા એક તસવીરમાં દીકરી વામિકા સાથે જોવા મળી હતી. અનુષ્કા તથા વામિકાએ મેચિંગ કર્યું હતું અને વ્હાઇટ કપડાં પહેર્યાં હતાં. વામિકાનો ચહેરો દેખાતો નહોતો. અનુષ્કા દીકરી સાથે એકદમ ખુશમિજાજમાં જોવા મળી હતી. બીજી તસવીરમાં અનુષ્કા તથા વિરાટના હાથમાં વાઇનનો ગ્લાસ હતો. અનુષ્કાએ આ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'સૂર્ય પ્રકાશિત હતો, લાઇટ સુંદર હતી, ટેબલ ફુલ હતું અને એ જ રીતે અમારી દીકરી એક વર્ષની થઈ, લોકોએ સાંજને એકસ્ટ્રા સ્પેશિયલ બનાવી દીધી. તેનો પહેલો જન્મદિવસ બબલમાં હોવાથી હું થોડી ચિંતામાં હતી. થેંક્યુ મિત્રો. (તમને ખ્યાલ છે કે તમે કોણ છો...)

ક્રિકેટર રિદ્ધિમાન સાહાની પત્ની રોમી મિત્રાએ પણ સો.મીડિયામાં વામિકાના જન્મદિવસની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં વામિકાના જન્મદિવસનું સેલિબ્રેશન જોઈ શકાય છે.

મામા કર્નેશ શર્માએ વામિકાને વિશ કરી હતી
અનુષ્કાના ભાઈ કર્નેશ શર્માએ સો.મીડિયામાં વામિકાની તસવીરોનું કોલાજ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી ગ્રોઇંગ..

અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. 'ચકડા એક્સપ્રેસ' ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન તથા ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહી છે.