ઈન્ટરવ્યૂ:અનુષ્કા શર્માએ ‘પાતાલ લોક’ના પાત્રો પર સ્પષ્ટતા આપતા કહ્યું, ‘અમે ગુનેગારોને દયાળું બતાવવાનો પ્રયાસ કર્યો નથી, માત્ર દૃષ્ટિકોણ આપ્યો છે’

મુંબઈ3 વર્ષ પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક

પ્રોડ્યૂસર તરીકે અનુષ્કા શર્મા હટકે કન્ટેન્ટ આપી રહી છે. હાલમાં તેની પહેલી વેબ સીરિઝ ‘પાતાલ લોક’ અનેક કારણોથી ચર્ચામાં છે. અનુષ્કા પોતાની વેબ સીરિઝને લઈ ખુશ છે. તેને ખ્યાલ હતો કે તેણે જે કન્ટેન્ટ પર વિશ્વાસ મૂક્યો છે, તે ચર્ચામાં રહેશે. હાલમાં જ અનુષ્કાએ દિવ્ય ભાસ્કર સાથે આ અંગે ખાસ વાત કરી હતી. 

શોના ક્રિમિનલને થોડાં હ્યુમનાઈઝ કરવામાં આવ્યા છે, આવું કેમ?
અમે કોઈને પણ સીરિઝમાં દયાળું બતાવવાનો પ્રયાસ કર્યો નથી. અમે એ બતાવ્યું છે કે દરેક વ્યક્તિની પાછળ એક વાર્તા હોય છે અને તે જે કરે છે, જ્યાં તેનો ઉછેર થયો હોય છે. આ તેની ફાઈનલ પ્રોડક્ટ હોય છે. અમે કોઈને પણ ગ્લોરિફાઈ કરવાનો પ્રયાસ કર્યો નથી. અમે માત્ર એક દૃષ્ટિકોણ આપવાનો પ્રયાસ કર્યો છે. બાકી અમે ઓડિયન્સ પર છોડી દીધું છે કે તેઓ કેવી રીતે આ બાબતને જુએ છે. 

જોખમી સબ્જેક્ટ પર કામ કરવાની હિંમત ક્યાંથી લાવો છો?
જે પણ સબ્જેક્ટ હાથ પર લઉં છું, તેને પ્રામાણિકતાથી રજૂ કરવાનો પ્રયાસ કરું છે. ‘પાતાલ લોક’માં પણ એમ જ કર્યું હતું. વાર્તા તથા પાત્રો આસપાસના હોય તે રીતે પસંદ કરવામાં આવ્યા હતાં. આજે પણ શો ચર્ચામાં છે, તેના વખાણ થઈ રહ્યાં છે તો આનંદ થાય છે. બહુ જ સારું લાગે છે. જ્યારે લોકો એમ કહે છે કે તમે ભારતનો આ સારો થ્રિલર વેબ શો બનાવ્યો છે. 

ભાઈ કર્ણેશની સાથે કેવી રીતે ચર્ચા થઈ હતી?
જે રીતે આખી દુનિયામાં થઈ રહ્યું છે, તેને પણ એ જ રીતનું કામ પસંદ છે. મારું માનવું છે કે ડિજિટલ પ્લેટફોર્મ તમને એક એવું કન્ટેન્ટ બનાવવા માટે પ્રેરિત કરે છે, જે એક સાથે વિશ્વના તમામ લોકોને કનેક્ટ કરી શકે છે. ‘પાતાલ લોક’ને સાથી ફિલ્મ કલાકારો તથા ફિલ્મમેકરે સારા રિવ્યૂ આપ્યા છે. પ્રોડ્યૂસર તરીકે આનંદ થાય છે કે રાઈટિંગ, ડિરેક્શન તથા લોકેશન તમામ બાબતો લોકોને પસંદ આવી છે. આ માત્ર મારી નહીં પરંતુ આની સાથે જોડાયેલા દરેક વ્યક્તિની જીત છે. 

સમાજ, સિસ્ટમનો કૂર ચહેરો આટલી નજીકથી બતાવવાનું પહેલેથી નક્કી હતું? 
હા, આ વેબ શોનો બેસ્ટ પાર્ટ એ હતો કે અમે અમારી તરફથી કોઈ જજમેન્ટ પાસ કર્યું નહોતું. અમે સમાજના અલગ-અલગ પાસાઓને બતાવ્યા હતાં. વ્યક્તિ તરીકે આપણે સભ્ય સમાજનું નિર્માણ કરવામાં નિષ્ફળ રહ્યાં છીએ. તાકાતવર બનવા માટે આપણે માણસાઈનું સત્યનાશ વાળી નાખ્યું છે. સમાજની સૌથી જટીલ બાબતને સૌથી અનાસક્ત ભાવથી કહી છે. 

‘જમુનાપાર’થી ‘પાતાલ લોક’ કેવી રીતે થયું?
અમને ‘પાતાલ લોક’ સૌથી સારું નામ લાગ્યું. અમારા શો તથા સ્ટોરીને આ યોગ્ય રીતે રિપ્રેઝેન્ટ કરતું હતું. 

આગળ કેવા પ્રકારના વેબ શો તથા ફિલ્મો કરશો? 
અમે જોનર અંગે વિચારતા નથી. વાર્તાઓ અંગે વિચારીએ છીએ. જ્યારે અમને લાગે કે કોઈ વાર્તા અલગ છે, નવી છે અને સ્પેશિયલ છે તો અમે તે જ પ્રોડ્યૂસ કરીએ છીએ.

ડિજિટલ પ્લેટફોર્મ કેટલું મોટું બનતું દેખાઈ રહ્યું છે? 
આ સમય પર તો એમ જ લાગે છે કે હાલમાં આપણી પાસે કંઈ જ કામ કરવા માટે નથી તો ઓછામાં ઓછું આ પ્લેટફોર્મને કારણે થોડી વાર્તાઓ જોવા મળી રહી છે. આવું માત્ર ભારતમાં જ નથી પરંતુ દુનિયાભરમાં થઈ રહ્યું છે. સ્પષ્ટ છે કે આ મનોરંજનનો એક નવો દૃષ્ટિકોણ છે. 

અન્ય સમાચારો પણ છે...