વાઇરલ તસવીરો:અનુષ્કા શર્મા ઓરેન્જ સ્વિમસૂટમાં જોવા મળી, પતિ વિરાટ ને દીકરી વામિકા સાથે વેકેશન મનાવી રહી છે

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા દીકરી વામિકાના જન્મ પછી ફિલ્મમાં જોવા મળી નથી. જોકે, અનુષ્કા સો.મીડિયામાં જરૂરથી એક્ટિવ રહી છે. હવે અનુષ્કા ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. હાલમાં અનુષ્કા પતિ વિરાટ કોહલી ને દીકરી સાથે માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે. અનુષ્કાએ સો.મીડિયામાં આ વેકેશનની તસવીર શૅર કરી છે.

સ્વિમસૂટમાં જોવા મળી
અનુષ્કા શર્માએ સો.મીડિયામાં સ્વિમસૂટ પહેર્યો હોય તેવી તસવીરો શૅર કરી છે. ઓરેન્જ રંગના સ્વિમસૂટમાં અનુષ્કા ઘણી જ ગોર્જિયસ લાગે છે. તડકાથી બચવા અનુષ્કાએ ટોપી પણ પહેરી છે. અનુષ્કાએ આ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે તમે જાતે જ તમારી તસવીરો ક્લિક કરો...'

હાલમાં જ અનુષ્કા-વિરાટે જાહેરાતનું શૂટિંગ કર્યું
વિરાટ કોહલીએ થોડાં દિવસ પહેલાં સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં અનુષ્કા તથા વિરાટ જાહેરાતનું શૂટિંગ કરતાં જોવા મળ્યા હતા.

ત્રણ વર્ષ બાદ કમબેક કરશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. આ બાયોગ્રાફી છે. ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. અનુષ્કા 3 વર્ષ બાદ ફિલ્મમાં કમબેક કરી રહી છે. અનુષ્કા ફિલ્મની તૈયારી માટે તનતોડ મહેનત કરી રહી છે. અનુષ્કા છેલ્લે 2018માં 'ઝીરો'માં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.