પશુપ્રેમ:અનુષ્કા શર્માએ વીડિયોમાં વર્ષ 2020ની યાદગાર પળ શેર કરી, વિરાટ કોહલી સાથે શ્વાન સાથે રમતી દેખાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાણીઓની દેખભાળ કરવાની પ્રેરણા અનુષ્કા શર્માને દલાઈ લામામાંથી મળી - Divya Bhaskar
પ્રાણીઓની દેખભાળ કરવાની પ્રેરણા અનુષ્કા શર્માને દલાઈ લામામાંથી મળી
  • ગયા મહિને વિરાટ-અનુષ્કાએ રખડતા શ્વાન માટે મુંબઈમાં બે શેલ્ટર હોમ ખોલ્યા છે
  • અનુષ્કા શર્માને પશુઓ પ્રત્યે ઘણો પ્રેમ છે

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, તેમાં તેણે 2020ની યાદગાર અને બેસ્ટ ક્ષણો શેર કરી છે. આ વીડિયો શેર કરીને અનુષ્કાએ લખ્યું, ગયા વર્ષની અમુક ખાસ અને અનમોલ પળ.

વીડિયોમાં અનુષ્કા તેના પતિ વિરાટ કોહલી સાથે ઘણા બધા ડોગ્સ સાથે રમતી, તેમને ખવડાવતી અને તેમની સાથે વોક પર જતી દેખાઈ રહી છે. વીડિયોમાં અનુષ્કા-વિરાટનો પાલતું શ્વાન ડ્યુડ પણ દેખાઈ રહ્યો છે.

રખડતા પ્રાણીઓ માટે શેલ્ટર હોમ શરુ કર્યું
ગયા મહિને વિરાટ-અનુષ્કાએ રખડતા શ્વાન માટે મુંબઈમાં બે શેલ્ટર હોમ ખોલ્યા છે. વિરાટે આ વિશે જાણકારી આપતા સોશિયલ મીડિયા પર લખ્યું, રસ્તા પર રખડતા પ્રાણીઓના સ્વાસ્થ્યની દેખભાળ કરવા અને તેમની મદદ માટે અમે વિવાલ્ડિ સાથે મળીને એનિમલ વેલ્ફેરની દિશામાં પ્રથમ ડગલું ભર્યું છે. હું મારી પત્ની અનુષ્કા શર્માને થેન્કયુ કહીશ કારણકે તેણે મને પ્રાણીઓ માટે કામ કરવા પ્રેરિત કર્યો.

અનુષ્કા શર્માને દલાઈ લામામાંથી પ્રેરણા મળી
અનુષ્કા શર્માને પશુઓ પ્રત્યે ઘણો પ્રેમ છે. અનુષ્કા ઘણીવાર પ્રાણીઓ માટે યોજાતા પ્રોગ્રામમાં પણ સામેલ થાય છે. અનુષ્કાએ કહ્યું કે, મને આ કામ માટે દલાઈ લામાએ પ્રેરિત કરી છે. એકવાર હું દલાઈ લામાને મળી અને ત્યારે તેમણે કહેલા શબ્દો હજુ મારા સાથે છે. તેમણે પશુઓ માટે કંઈક કરવા માટે પ્રેરિત કરી અને તેમના માટે સારી જગ્યા બનાવવા પણ કહ્યું હતું.

દલાઈલામાએ મને કહ્યું હતું, જીવન જેટલું મનુષ્યોને વ્હાલું છે એટલું જ પ્રાણીઓને પણ વ્હાલું હોય છે. જેમ આપણે ખુશી અને દુઃખ અનુભવીએ છીએ, એમ ઇચ્છીએ કે બધા જીવિત રહે તેવા જ ભાવ પ્રાણીઓમાં પણ હોય છે.

2017માં લગ્ન થયા હતા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગ શરુ કર્યું હતું. એ પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સ માં લગ્ન કર્યા હતા. લગ્નનાં 3 વર્ષ પછી તેમને ત્યાં દીકરીનો જન્મ થયો છે.