સેલેબ લાઇફ:અનુષ્કા શર્માએ નવરાત્રિમાં દીકરી વામિકાની તસવીર સો.મીડિયામાં શૅર કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાઅષ્ટમી પર અનુષ્કાએ દીકરીની તસવીર શૅર કરી પણ ચહેરો ના બતાવ્યો

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ નવરાત્રિની આઠમ પર દીકરી વામિકાની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. તસવીરમાં અનુષ્કા દીકરી સાથે રમતી જોવા મળી હતી. જોકે, અનુષ્કાએ દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે વામિકાનો અર્થ દેવી દુર્ગા એવો થાય છે.

તસવીર શૅર કરી આ વાત કહી
અનુષ્કાએ દીકરી સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તું મને રોજ શક્તિશાળી બનાવે છે. આશા છે કે તારી અંદર દેવીનો વાસ રહે. હેપ્પી અષ્ટમી.'

સેલેબ્સે કમેન્ટ્સ કરી
અનુષ્કા શર્માની આ પોસ્ટ પર સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, તાહિરા કશ્યપ, અથિયા શેટ્ટી, વાણી કપૂર, સાનિયા મિર્ઝા સહિતના સેલેબ્સ તથા ચાહકોએ કમેન્ટ બોક્સમાં ઇમોજી પોસ્ટ કરી હતી.

વામિકાનો 11 જાન્યુઆરીએ જન્મ થયો હતો
અનુષ્કાએ 11 જાન્યુઆરીએ મુંબઈમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ વિરાટ તથા અનુષ્કાએ મીડિયાને વામિકાની તસવીરો તથા વીડિયો શૅર ના કરવા તેવી વિનંતી કરી હતી. વિરાટ-અનુષ્કાએ હજી સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી. ફેબ્રુઆરીમાં અનુષ્કાએ દીકરીનું નામ જાહેર કર્યું હતું.

છ મહિનાની થઈ ત્યારે સેલિબ્રેશન કર્યું હતું
વિરાટ પત્ની તથા દીકરી સાથે ઇંગ્લેન્ડ ગયો હતો. અહીંયા ટીમ ઇન્ડિયાની ઇંગ્લેન્ડ સામેની મેચ સિરીઝ હતી. અહીંયા અનુષ્કા તથા વિરાટે દીકરી છ મહિનાની થઈ ત્યારે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું હતું.

હાલમાં અનુષ્કા મુંબઈમાં
હાલમાં અનુષ્કા મુંબઈમાં છે અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ શરૂ કરી દીધા છે. અનુષ્કા છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળી હતી. હજી સુધી અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઇન કરી નથી.

અન્ય સમાચારો પણ છે...