ન્યૂ શો:અનુષ્કા શર્માએ પોતાની પહેલી વેબસીરિઝ ‘પાતાલ લોક’નું નવું ટીઝર શૅર કર્યું

મુંબઈ2 વર્ષ પહેલા

અનુષ્કા શર્માએ પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સીરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે, તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લીન સ્લેટ ફિલ્મ્સની આ સીરિઝનું નામ ‘પાતાલ લોક’ છે. એમેઝોન પ્રાઈમ પર આ સીરિઝ 15 મેથી સ્ટ્રીમ થશે. આ સીરિઝમાં નીરજ કાબી, ગુલ પનાગ તથા જયદિપ અહલાવત છે. 

અનુષ્કાએ નવું ટીઝર શૅર કર્યું
અનુષ્કાએ સોશિયલ મીડિયામાં ‘પાતાલ લોક’નું નવું ટીઝર શૅર કર્યું હતું અને સાથે જ કેપ્શન આપ્યું હતું કે પાતાલ લોકના નિયમ અલગ છે. પ્રાઈમ પર નવી સીરિઝ, 15 મેથી. ટીઝરની શરૂઆત ન્યાયની દેવી ઊભી હોય છે અને બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે કે શાસ્ત્રો મેં લિખા હૈં ઈક ઐસી દુનિયા કે બારે મેં, જહાં ઈન્સાફ સિર્ફ ખૂન બહા કે મિલતા હૈં, ઈન્સાનિયત કે વેશ મેં રાક્ષસ છિપતા હૈં, હૈવાનિયત ખુલકે સાથ દેતી હૈં ઔર ઉસકે સામને જિંદગી ભી ઘુટને ટેક દેતી હૈં, ધરતી કે નીચે એક મૌજુદ નર્ક સી ઈસ દુનિયા કો પાતાલ લોક કહેતે હૈં...

ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતા પ્રમાણે, સ્વર્ગલોક, ધરતી લોક તથા પાતાલ લોક એવી ત્રણ સંરચના છે. ચાહકો આ સીરિઝને લઈ ઘણાં જ ઉત્સાહિત છે. 

નોંધનીય છે કે આ પહેલાં અનુષ્કા શર્માએ વીડિયો શૅર કરીને કહ્યું હતું, સબ બદલેગા, સમય, લોગ ઔર લોક. વીડિયોની શરૂઆતમાં એક શહેર જોવા મળે છે અને સ્ક્રીન પર લોહીની ધાર જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે અને તે કહે છે, દિન ગિનના શુરુ કર દો. ધરતી કા કાનૂન બદલને ઘુસ આયે હૈં કુછ ઐસે કીડે જો ફેલાયેંગે ઝહર, બહાયેંગે ખૂન ઔર બદલ દેંગે ઈસ ધરતી લોક કો પાતાલ લોક મેં.

અનુષ્કાએ આ પહેલાં ‘NH 10’, ‘પરી’ તથા ‘ફિલ્લૌરી’ જેવી ફિલ્મ પ્રોડ્યૂસ કરી હતી. અનુષ્કા 2018માં આનંદ એલ રાયની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ તથા કેટરીના સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...