સેલેબ લાઈફ:અનુષ્કા શર્માએ ડિલિવરી બાદ પહેલી મિરર સેલ્ફી શૅર કરી, એક્ટ્રેસની ફિટનેસ જોઈને ચાહકોને અચરજ થયું

મુંબઈ8 મહિનો પહેલા

અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ હાલમાં જ ડિલિવરી પછી પહેલી જ મિરર સેલ્ફી સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીર જોઈને ચાહકોને ઘણું જ આશ્ચર્ય થયું હતું. અનુષ્કા એટલી ફિટ લાગતી હતી કે ચાહકોને નવાઈ લાગી કે તેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ આ તસવીર શૅર કરીને હાલમાં તેની ફેવરિટ એક્સેસરી કઈ છે, તે અંગે વાત કરી હતી.

અનુષ્કાની ફિટનેસ જોઈ ચાહકો દંગ રહી ગયા

અનુષ્કાની આ પોસ્ટ પર ચાહકોએ ફિટનેસ અંગે સવાલો કર્યા હતા
અનુષ્કાની આ પોસ્ટ પર ચાહકોએ ફિટનેસ અંગે સવાલો કર્યા હતા

અનુષ્કા શર્માએ મિરર સેલ્ફી શૅર કરી હતી. તેના ખભા પર બર્પ ક્લોથ (લાળિયું) જોવા મળે છે. તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું, 'મારી હાલની ફેવરિટ એક્સેસરી બર્પ ક્લોથ.' તસવીરમાં અનુષ્કાની બૉડી જોઈને ચાહકો નવાઈમાં મૂકાઈ ગયા છે. અનેક ચાહકોએ સવાલ કર્યો હતો કે શું અનુષ્કા ક્યારેય પ્રેગ્નન્ટ પણ હતી ખરા?

યુઝર્સે આવા સવાલ કર્યા
આ તસવીર સાથે યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે સવાલ કર્યો હતો કે તમે પ્રેગ્નન્ટ થયા હતાં? કોઈએ એવો સવાલ કર્યો હતો કે તમે સાચે જ એક દીકરીની માતા છો? એક યુઝરે કમેન્ટ કરી હતી, 'OMG તમે આટલી જલ્દી કેવી રીતે ફિટ થઈ ગયા. હું તો ક્યારેય આવું ના કરી શકું.' કેટલાંક યુઝર્સે અનુષ્કાને વામિકાની તસવીરો શૅર કરવાનું કહ્યું હતું.

હાલમાં જ દીકરીની તસવીર શૅર કરી હતી

અનુષ્કાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને દીકરીના નામ અંગે વાત કરી હતી
અનુષ્કાએ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને દીકરીના નામ અંગે વાત કરી હતી

શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.' વામિકાનો અર્થ દેવી દુર્ગા એવો થાય છે.

વિરાટે હાલમાં જ દીકરી અંગે આ વાત કહી હતી
કોહલીએ કહ્યું હતું, 'એક ક્રિકેટર તરીકે મારા માટે નવી પરિસ્થિતિમાં એડજસ્ટ થવું સરળ થઈ ગયું છે. કોચ રવિ શાસ્ત્રી આ વાત બહુ સારી રીતે જાણે છે. મારા માટે ડાયપર કેવી રીતે બદલવા તે શીખવું અઘરું નહોતું કારણકે હું શીખવા માટે ઉત્સુક હતો. હું એમ નથી કહેતો કે હું ડાયપર બદલવામાં એક્સપર્ટ થઈ ગયો છું પરંતુ હું હવે ચોક્કસપણે બહુ કમ્ફર્ટેબલ થઈ ગયો.'

પહેલી ટેસ્ટ મેચમાં 11 રન બનાવીને આઉટ થયો
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે ફર્સ્ટ ઇનિંગ્સમાં 11 રને આઉટ થયો. ઓફ-સ્પિનર ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પોપે કોહલીનો કેચ કર્યો. પેટરનિટી લિવ પરથી પરત ફર્યા બાદ કોહલીની આ પ્રથમ ઇનિંગ્સ હતી. જોકે, તે છેલ્લા ઘણા સમય પોતાના વિરાટ સ્વરૂપમાં રમી શક્યો નથી. કોહલીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા 463 દિવસ અને 31 ઇનિંગ્સથી સેન્ચુરી મારી નથી.