પહેલી ઝલક:અનુષ્કા શર્માએ દીકરીની પહેલી તસવીર શૅર કરી, નામ પાડ્યું વામિકા

મુંબઈ10 મહિનો પહેલા
અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી - Divya Bhaskar
અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી
  • વામિકા નામનો અર્થ માતા દુર્ગા એવો થાય છે
  • અનુષ્કાએ 11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો હતો

અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં દીકરીની પહેલી તસવીર શૅર કરી હતી. આ સાથે જ અનુષ્કાએ પોતાની દીકરીનું નામ વામિકા રાખ્યું હોવાની વાત કરી હતી. વામિકાનો અર્થ દુર્ગા એવો થાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.

સોશિયલ મીડિયામાં તસવીર શૅર કરી
શૅર કરેલી તસવીરમાં અનુષ્કા શર્માના હાથમાં દીકરી છે. અનુષ્કાની સાથે વિરાટ કોહલી ઊભો છે. દીકરીનો ચહેરો દેખાતો નથી. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.'

અનુષ્કાએ સો.મીડિયામાં દીકરીની તસવીર શૅર કરીને ઈમોશનલ નોટ લખી હતી
અનુષ્કાએ સો.મીડિયામાં દીકરીની તસવીર શૅર કરીને ઈમોશનલ નોટ લખી હતી

દીકરીને જન્મ આપ્યાના 10 દિવસ બાદ વિરાટ-અનુષ્કા જોવા મળ્યા હતાં
અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી દીકરીના જન્મ બાદ 11 દિવસ બાદ પહેલી જ વાર મુંબઈના બાંદ્રા વિસ્તારમાં જોવા મળ્યા હતા. અનુષ્કા તથા વિરાટ ક્લિનિકમાં જતાં હતાં. વિરાટ કોહલી બ્લેક આઉટફિટ તથા અનુષ્કા શર્મા ડેનિમમાં જોવા મળી હતી.

દીકરીને જન્મ આપ્યાના 11 દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી
દીકરીને જન્મ આપ્યાના 11 દિવસ બાદ જ અનુષ્કા એકદમ સ્લિમ અને ફિટ જોવા મળી હતી

વિરાટના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યુ
વિરાટ કોહલીના બે ચશ્માએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. વિરાટે એક ચશ્મા પહેર્યા હતા અને બીજા ચશ્મા શર્ટ પર ભરાવ્યા હતા. માનવામાં આવે છે કે શર્ટ પર ભરાવેલા ચશ્મા નંબરના હતા. વિરાટે જે ચશ્મા પહેર્યા હતા તે સનગ્લાસ હતા.

અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને ગિફ્ટ હેમ્પર આપ્યું
અનુષ્કા તથા વિરાટે ગિફ્ટમાં બોમ્બે સ્વીટ શોપની મીઠાઈ, ફ્લેવર્ડ ડ્રાય ફ્રૂટ્સ, ડાર્ક ચોકલેટ્સ તથા સુગંધિત કેન્ડ્લ સાથે એક પત્ર મોકલ્યો હતો. આ પત્ર હિંદી તથા અંગ્રેજીમાં હતો.

પત્રમાં શું કહેવામાં આવ્યું છે?
વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહ્યું હતું, 'હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહ્યો છે. પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ.'

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ ગિફ્ટ હેમ્પરની સાથે પત્ર લખ્યો હતો
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ ગિફ્ટ હેમ્પરની સાથે પત્ર લખ્યો હતો

વધુમાં નોટમાં કહેવામાં આવ્યું હતું, 'અમે તમને આશ્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો. અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર.'

અન્ય સમાચારો પણ છે...