વાઇરલ:અનુષ્કા શર્માએ દીકરીના બર્થડે પહેલાં પતિ સાથેની બેડરૂમ તસવીર શૅર કરી, કહ્યું- 'રાત્રે 9.30 વાગે કોણ સૂવા જાય?'

મુંબઈ9 દિવસ પહેલા
  • અનુષ્કા શર્માની દીકરી વામિકા 11 જાન્યુઆરીએ એક વર્ષની થઈ

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી વામિકા આજે એટલે કે 11 જાન્યુઆરીએ એક વર્ષની થઈ છે. અનુષ્કાએ દીકરીના જન્મદિવસ પહેલાં પતિ સાથેની સેલ્ફી શૅર કરી હતી.

અનુષ્કાએ બેડરૂમ સેલ્ફી શૅર કરી
અનુષ્કા તથા વિરાટ દીકરી વામિકા સાથે હાલમાં સાઉથ આફ્રિકામાં છે. તેઓ અહીંયા જ દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. દીકરીના જન્મદિવસના એક દિવસ પહેલાં અનુષ્કા તથા વિરાટ જલ્દી સૂવા માટે ગયા હતા. અનુષ્કાએ બેડરૂમ સેલ્ફી શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'રાતે 9.30 વાગે કોણ સૂવા જાય છે?' તસવીરમાં અનુષ્કા શર્મા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.

મામા કર્નેશ શર્માએ ભાણીને વિશ કરી
અનુષ્કાના ભાઈ કર્નેશ શર્માએ સો.મીડિયામાં વામિકાની તસવીરોનું કોલાજ શૅર કરીને કહ્યું હતું, 'હેપ્પી ગ્રોઇંગ...'

દીકરો ચહેરો હંમેશાં છુપાવીને રાખે છે
અનુષ્કાએ ગયા વર્ષે 11 જાન્યુઆરીના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદથી જ વિરાટ તથા અનુષ્કાએ લાડલીનો ચહેરો છુપાવીને રાખ્યો છે. તેમણે આજ સુધી જેટલી પણ તસવીરો શૅર કરી તેમાં ક્યાંય વામિકાનો ચહેરો દેખાતો નથી. સો.મીડિયા કે પછી પબ્લિક અપીયરન્સમાં પણ વામિકાનો ચહેરો દેખાયો નથી.

અનુષ્કાના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં જોવા મળશે. 'ચકડા એક્સપ્રેસ' ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન તથા ઝડપી બોલર ઝૂલન ગોસ્વામી પર આધારિત છે. આ ફિલ્મથી અનુષ્કા ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહી છે.