સો.મીડિયા વાઇરલ:નિયોન ગ્રીન બિકીનીમાં અનુષ્કા શર્મા જોવા મળી, પતિ વિરાટ કોહલીએ સ્પેશિયલ કમેન્ટ કરી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં જ અનુષ્કા શર્મા દુબઈથી મુંબઈ પરત ફરી હતી

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. અનુષ્કાએ શૅર કરેલી તસવીરો થોડીક જ વારમાં સો.મીડિયામાં વાઇરલ થઈ હતી. અનુષ્કા શર્મા ગ્રીન મોનોકોનીમાં સેક્સી લાગતી હતી. આ તસવીરમાં અનુષ્કાની આસપાસ હરિયાળી જોવા મળી હતી. અનુષ્કાની આ પોસ્ટ પર સેલેબ્સ, પતિ વિરાટ કોહલી સહિત ચાહકોએ કમેન્ટ્સ કરી હતી.

સો.મીડિયા યુઝરે કહ્યું, કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે
અનુષ્કાએ તસવીરો શૅર કર્યા બાદ ઘણાં યુઝર્સે ફાયર તથા હાર્ટ ઇમોજી કમેન્ટ સેક્શનમાં પોસ્ટ કરી હતી. એક યુઝરે કહ્યું હતું, 'ગોર્જીયસ.' અન્ય એક કહ્યું હતું, 'લાખો દિલોની ધડકન.' અન્ય એક ચાહકે કહ્યું હતું, 'કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.'

પતિ વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી
અનુષ્કાની આ પોસ્ટ પર પતિ વિરાટ કોહલીએ પણ કમેન્ટ કરી હતી. વિરાટે હાર્ટ તથા સ્માઇલી ઇમોજી પોસ્ટ કરી હતી. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ પણ સ્માઇલી ઇમોજી કમેન્ટ સેક્શનમાં શૅર કરી હતી.

હાલમાં જ દુબઈથી પરત ફરી
અનુષ્કા શર્મા થોડાં દિવસ પહેલાં જ પતિ વિરાટ કોહલી તથા દીકરી વામિકા સાથે દુબઈથી મુંબઈ પરત ફરી છે. દુબઈમાં ટી20 વર્લ્ડ કપ ચાલતો હતો.

દીકરીના જન્મના થોડાં મહિનામાં જ શૂટિંગ શરૂ કર્યું
અનુષ્કાએ આ વર્ષે 11 જાન્યુઆરીએ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ શરૂ કર્યા છે. અનુષ્કા છેલ્લે 2018માં 'ઝીરો'માં જોવા મળી હતી. હજી સુધી અનુષ્કાએ કોઈ ફિલ્મ સાઇન કરી નથી.