સેલેબ લાઇફ:દીકરી સાથે અનુષ્કા શર્મા દુબઈ ગઈ, ક્વૉરન્ટીન પીરિયડ હોવાથી પતિ વિરાટ કોહલીથી રહે છે અલગ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 ઓક્ટોબરે ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે છે

IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) પૂરી થયા બાદ હવે ટી20 વર્લ્ડકપ 2021ની આજે એટલે કે 17 ઓક્ટોબરથી શરૂઆત થઈ છે. આજે પહેલી મેચ ઓમાન તથા પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રમાશે. ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમાશે. અનુષ્કા શર્મા ફરી એકવાર દીકરી વામિકા સાથે દુબઈ આવી છે. જોકે, બાયોબબલ તથા કોરોના ગાઇડલાઇનને કારણે તે હાલમાં પતિ વિરાટ કોહલીથી દૂર છે. જોકે, અનુષ્કા શર્મા ક્વૉરન્ટીન હોવા છતાં પતિ વિરાટને આ રીતે મળી હતી.

અનુષ્કા શર્માએ સો.મીડિયામાં તસવીર શૅર કરી
અનુષ્કાએ સો.મીડિયામાં પતિ વિરાટની ચાર તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તેણે કહ્યું હતું કે તે કેવી રીતે પતિથી હાલમાં દૂર છે. આ ચાર તસવીરમાં બે તસવીરમાં વિરાટ હોટલની બાલકનીમાં ઊભો છે અને બીજી બે તસવીરમાં વિરાટ ગાર્ડનમાં છે. અનુષ્કા તથા વિરાટ દુબઈની હોટલ ધ 8માં છે. આ તસવીરમાં વિરાટને દીકરી અને અનુષ્કાને હાય કરતો જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા દુબઈમાં 7 દિવસનો ક્વૉરન્ટીન પીરિયડ પૂરો કરીને પતિને મળી શકશે.

તસવીરો શૅર કરીને આ વાત કહી
અનુષ્કા શર્માએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'આ બે કેપ્શનમાંથી એકની પસંદગી ના કરી શકી, બાયોબબલ લાઇફમાં પ્રેમ અને ક્વૉરન્ટિન ટાઇમ હૃદયને વધુ પ્રેમાળ બનાવે છે. ઓહ, તમે સમજી ગયા હશો.'

IPLમાં મેચ હાર્યા બાદ વિરાટ કોહલી રડી પડ્યો હતો
IPLમાં મેચ હાર્યા બાદ વિરાટ કોહલી રડી પડ્યો હતો

IPLમાં RCBને ટ્રોફી અપાવવાનું સપનું રોળાયું
ઉલ્લેખનીય છે કે UAE (યુનાઇટેડ અરબ એમીરાત)માં આયોજિત T-20 વર્લ્ડ કપ પછી વિરાટ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ IPL 2021ના બીજા ફેઝ પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે કેપ્ટન તરીકે આ તેની છેલ્લી ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝન હશે. આ ઉપરાંત વિરાટ કહી ચૂક્યો હતો કે જ્યાં સુધી તે IPLમાં રમે છે, તે માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી જ રમશે. RCBને એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ વિરાટની કેપ્ટનશીપમાં RCB ટાઇટલ જીતવાનું સપનું પણ રોળાઈ ગયું હતું.