તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગ્લેન્ડની ગલીઓમાં અનુષ્કા શર્મા:એક્ટ્રેસ દીકરી વામિકાને બાબાગાડીમાં બેસાડીને વૉક પર નીકળી, તસવીરો સો.મીડિયામાં વાઇરલ

લંડન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનુષ્કા શર્મા હાલમાં દીકરી તથા પતિ સાથે ઇંગ્લેન્ડમાં છે
  • અહીંયા પતિ વિરાટ કોહલીને ચિઅર કરવા માટે આવી હતી

હાલમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. અહીંયા તે વિરાટ કોહલીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચિઅર કરવા માટે આવી હતી. તાજેતરમાં અનુષ્કા શર્મા દીકરી સાથે ઇંગ્લેન્ડની ગલીઓમાં ચાલતી જોવા મળી હતી. અનુષ્કાએ દીકરીને પ્રૅમ (બાબાગાડી)માં બેસાડી હતી.

સો.મીડિયામાં તસવીરો વાઇરલ
અનુષ્કા શર્મા બ્રાઉન રંગના લોંગ કોટમાં જોવા મળી હતી. તેણે વામિકાને પ્રૅમમાં બેસાડી હતી અને ઇંગ્લેન્ડની ગલીઓમાં ફરતી હતી. સો.મીડિયામાં આ તસવીરો ઘણી જ વાઇરલ થઈ છે. તસવીરોમાં વામિકાનો ચહેરો જોવા મળતો નથી.

ઉલ્લેખનીય છે કે સાઉથમ્પટનમાં ન્યૂઝીલેન્ડ તથા ભારત વચ્ચે ટેસ્ટમેચ રમાઈ હતી અને તેમાં ભારતનો 8 વિકેટે પરાજય થયો હતો.

હાલમાં જ બ્રેકફાસ્ટ કરતી તસવીર શૅર કરી હતી

અનુષ્કાએ શૅર કરેલી તસવીરમાં તે તથા વિરાટ નાસ્તો કરતાં જોવા મળ્યા હતા. બંને કોઈ રેસ્ટોરાંમાં જોવા મળ્યા હતા. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, જ્યારે તમને ઝડપથી નાસ્તો મળી જાય અને તમે જીતી ગયા હો તેવું ફીલ કરો. આ તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ હતી.

ડિલિવરીના બે મહિના બાદ કામ પર પરત ફરી હતી
અનુષ્કા શર્માએ માર્ચના લાસ્ટ વીકમાં કામ શરૂ કર્યું હતું. અનુષ્કા એડના શૂટિંગમાં જોવા મળી હતી. અનુષ્કાએ કોરોનાકાળમાં એક પણ ફિલ્મ સાઇન કરી નથી. માનવામાં આવે છે કે હાલમાં અનુષ્કા દીકરી પર વધુ ધ્યાન આપવા માગે છે અને તેથી જ તે નવી ફિલ્મ સાઇન કરવામાં કોઈ ઉતાવળ કરતી નથી.

જાન્યુઆરીમાં દીકરીને જન્મ આપ્યો
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2013માં ડેટિંગ શરુ કર્યું હતું. એ પછી બંનેના લગ્નની ચર્ચાઓ પણ શરુ થઇ ગઈ હતી. અનુષ્કા અને વિરાટે 11 ડિસેમ્બર 2017ના રોજ ઇટાલીમાં ફ્લોરન્સમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ હજી સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી.