તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેગ્નન્સી ફોટોશૂટ:અનુષ્કા શર્માએ પ્રેગ્નન્સીના છેલ્લા મહિને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, કહ્યું- કોરોનાને કારણે પ્રેગ્નન્સીની વાત છુપાવી શકી

મુંબઈ2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને હાલમાં પ્રેગ્નન્સીનો આઠમો મહિનો જઈ રહ્યો છે. અનુષ્કાએ જાણીતા વોગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ ફોટોશૂટમાં અનુષ્કાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. આટલું જ નહીં અનુષ્કાએ પ્રેગ્નન્સી જર્ની અંગે પણ વાત કરી હતી.

અનુષ્કા શર્માએ વોગ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'લૉકડાઉનને કારણે મારી સાથે પતિ વિરાટ કહોલી જ હતો. બધા જ ઘરની અંદર બંધ હોવાથી કોઈને પણ ખ્યાલ ના આવ્યો કે હું પ્રેગ્નન્ટ છું. કોરોના આ રીતે મારા માટે આશીર્વાદરૂપ બન્યો હતો. જ્યારે પણ ડૉક્ટરને બતાવવા જવાનું થતું ત્યારે રોડ પર કોઈ અમને જોઈ શકતું નહોતું.'

વધુમાં અનુષ્કાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના દિવસોમાં તે 'બુલબુલ'નું પ્રમોશન કરતી હતી. એકવાર ઝૂમ કૉલ પર તે પ્રમોશન કરતી હતી ત્યારે અચાનક જ તેની તબિયત ખરાબ થઈ અને તેને વોમિટિંગ જેવું થવા લાગ્યું હતું. તેણે તરત જ વીડિયો ઑફ કરીને તેના ભાઈ કર્ણેશ શર્માને મેસેજ કર્યો હતો. જો તે સેટ પર કે સ્ટૂડિયોમાં હોત તો દરેકને આ વાતની ખબર પડી ગઈ હોત.

અનુષ્કાએ એમ પણ કહ્યું હતું કે હાલમાં તે બેબીની નર્સરી ડિઝાઈન કરવામાં વ્યસ્ત છે. તે એવું માનતી નથી કે છોકરાઓ બ્લૂ ને છોકરીઓ પિંક રંગ પહેરે છે. નર્સરીમાં તમામ રંગો જોવા મળશે. નર્સરીની થીમ એનિમલ થીમ છે. તે તથા વિરાટને પ્રાણીઓ પ્રત્યે ઘણો જ પ્રેમ છે અને તે ઈચ્છે છે કે તેમના બાળકમાં પણ પ્રાણીઓ પ્રત્યે અલગ બોન્ડ જોવા મળે.

પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના ટોસ્ટ ને ક્રેકર્સ ખાધા
અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના શરૂઆતના ત્રણ મહિના તે માત્ર ટોસ્ટ તથા ક્રેકર્સ ખાતી હતી. હવે છેલ્લા મહિનામાં તે વડાપાઉં તથા ભેળપૂરી ખાય છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં પ્રથમ સંતાનને જન્મ આપશે. ડિલિવરી બાદ અનુષ્કા મે મહિનામાં કામ પર પરત ફરશે.

અનુષ્કા શર્માનું ફોટોશૂટ તસવીરોમાં

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો