દુબઈમાં સેલિબ્રેશન:અનુષ્કાએ દીકરી સાથે હેલોવીન પાર્ટી સેલિબ્રેટ કરી, વામિકા પરીના ડ્રેસમાં જોવા મળી

3 મહિનો પહેલા
  • અનુષ્કા શર્માએ સો.મીડિયામાં પાર્ટીની તસવીરો શૅર કરી

અનુષ્કા શર્મા તથા ક્રિકેટર વિરાટ કોહલી દુબઈમાં છે. અહીંયા વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ રમી રહ્યો છે. દુબઈમાં વીકેન્ડ પર તમામ ક્રિકેટર્સ તથા તેમના પરિવારે હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું. શનિવાર, 30 ઓક્ટોબરે યોજાયેલી પાર્ટીમાં ક્રિકેટર્સના બાળકો અલગ અલગ કોસ્ચ્યુમમાં જોવા મળ્યા હતા. અનુષ્કા શર્માની દીકરી વામિકા પરીના લુકમાં જોવા મળી હતી.

અનુષ્કાએ શૅર કરેલી તસવીરમાં ક્રિકેટર ઈશાન કિશન, હાર્દિક પંડ્યા તથા નતાશા દીકરા અગસ્ત્ય સાથે જોવા મળે છે. વામિકા એન્જલ ફ્રોક તથા હેન્ડબેન્ડ સાથે જમીન પર બેઠી હોય છે. અન્ય એક તસવીરમાં અનુષ્કાએ વામિકાને તેડી છે, પરંતુ તેનો ચહેરો જોવા મળતો નથી.

આ ક્રિકેટર્સ પણ જોવા મળ્યા
અનુષ્કા-વિરાટ ઉપરાંત રોહિત શર્મા પત્ની રિતિકા સજદેહ દીકરી સમાયરા સાથે જોવા મળ્યા હતા. આર અશ્વિન પત્ની પૃથ્વી નારાયણન તથા દીકરીઓ આધ્યા તથા અખિરા સાથે હતા.

અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અને આ અમારી તરફથી.' નતાશાએ દીકરાને વ્હાઇટ રંગના આઉટફિટ પહેરાવીને ભૂતનો ગેટઅપ આપ્યો હતો.

તસવીરોમાં જુઓ ક્રિકેટર્સની હેલોવીન પાર્ટી...

અનુષ્કા-વિરાટ, રોહિત-રીતિકા બાળકો સાથે
અનુષ્કા-વિરાટ, રોહિત-રીતિકા બાળકો સાથે
રોહિતની દીકરી સમાયરા, અશ્વિનની બે દીકરો તથા વામિકા (વ્હાઇટ ફ્રોકમાં)
રોહિતની દીકરી સમાયરા, અશ્વિનની બે દીકરો તથા વામિકા (વ્હાઇટ ફ્રોકમાં)
હાર્દિક પંડ્યાનો દીકરો અગસ્ત્ય તથા રોહિત શર્માની દીકરી સમાયરા
હાર્દિક પંડ્યાનો દીકરો અગસ્ત્ય તથા રોહિત શર્માની દીકરી સમાયરા
અશ્વિનની દીકરીઓ
અશ્વિનની દીકરીઓ
અગસ્ત્ય
અગસ્ત્ય