સેલેબ લાઇફ:અનુષ્કા શર્મા બે મહિના બાદ દીકરી સાથે મુંબઈ આવી, તસવીરમાં વર્કઆઉટ બાદનો ગ્લો જોવા મળ્યો

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનુષ્કા શર્માએ સો.મીડિયામાં મુંબઈ પરત ફર્યા બાદ બે તસવીરો શૅર કરો.

અનુષ્કા શર્મા બે મહિના બાદ ભારત પરત ફરી છે. જૂન મહિનામાં અનુષ્કા શર્મા દીકરી વામિકા તથા પતિ વિરાટ કોહલી સાથે ઇંગ્લેન્ડ ગઈ હતી. અહીંયા સાથે ઇન્ડિયન ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ સામે મેચ સિરીઝ હતી. અનુષ્કાએ બે મહિના બાદ ભારત આવીને વર્કઆઉટ બાદની સેલ્ફી શૅર કરી હતી.

સો.મીડિયામાં તસવીરો શૅર કરી
અનુષ્કાએ બુધવાર, 22 સપ્ટેમ્બરના રોજ સો.મીડિયામાં પોતાના અપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્ર દેખાતો હોય તેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને અનુષ્કાએ મુંબઈ લખ્યું છે. બીજી એક તસવીર અનુષ્કા વર્કઆઉટ સેશન બાદ જોવા મળે છે. આ તસવીર શૅર કરીને અનુષ્કાએ કહ્યું હતું કે સ્વીટી સેલ્ફી.

જૂન મહિનામાં ઇંગ્લેન્ડ ગઈ હતી
અનુષ્કા દીકરી વામિકા તથા પતિ વિરાટ કોહલી સાથે 3 જૂન, 2021ના રોજ ઇંગ્લેન્ડ ગઈ હતી. અહીંયા ટીમ ઇન્ડિયા ટેસ્ટ સિરીઝ રમ્યું હતું. બે મહિના રહ્યા બાદ અનુષ્કા હાલમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે પતિ સાથે દુબઈ ગઈ હતી. અહીં અનુષ્કા તથા વામિકાનું પર્સનાલાઇઝ્ડ ગિફ્ટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં થોડો દિવસ રોકાયા બાદ અનુષ્કા દીકરી સાથે ભારત પરત ફરી છે.

વિરાટ દુબઈમાં
વિરાટ દુબઈમાં જ ઇન્ડિયન પ્રીમિયર લીગ રમશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની ફિનાલે 15 ઓક્ટોબરના રોજ છે.

જુલાઈમાં વામિકા છ મહિનાની થઈ
11 જુલાઈના રોજ અનુષ્કા શર્માએ દીકરી છ મહિનાની થતાં સેલિબ્રેશન કર્યું હતું. અનુષ્કા તથા વિરાટે સિમ્પલ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કા તથા વિરાટ પાર્કમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં અનુષ્કાના ખોળામાં દીકરી છે તો બીજી તસવીરમાં વિરાટે વામિકાને તેડી હોય છે.

વામિકાએ પિંક તથા પીચ રંગનું ફ્રોક તથા પિંક શૂઝ પહેર્યા હતાં. અનુષ્કા તથા વિરાટે કેક કટિંગ પણ કર્યું હતું. અનુષ્કાએ સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તેનું હાસ્ય આખી દુનિયા બદલી શકે છે. આશા છે કે તે અમારી પાસે જે પ્રેમની અપેક્ષા રાખે છે, અમે તેના પ્રેમ પર ખરા ઊતરી શકીએ. અમને ત્રણેયને હેપ્પી છ મહિના.'

અન્ય સમાચારો પણ છે...