તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનુષ્કાની અપીલ:અનુષ્કા શર્માએ મુંબઈના લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી, કહ્યું- બીજા લોકો વિશે તો વિચારો

એક મહિનો પહેલા
  • સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, ‘માસ્ક પહેરી લો, બીજા લોકો વિશે વિચારો’
  • તેમજ અનિલ કપૂર, કિયારા અડવાણી અને કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સે પણ માસ્ક પહેરવાની અપીલ કરી

અનુષ્કા શર્મા અત્યારે પોતાના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકાની સાથે લંડનમાં છે. તે અવારનવાર ત્યાંથી પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર પણ કરે છે. અનુષ્કાએ હવે મંગળવારે એક પોસ્ટ શેર કરીને મુંબઈના તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. કેમ કે મુંબઈમાં પોલીસે માસ્ક પહેર્યા વગર બહાર ફરતા ઘણા લોકોને પકડ્યા છે.

હકીકતમાં મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર એક ગ્રાફ શેર કર્યો હતો, જેમાં બતાવવામાં આવ્યું છે કે તેમને માસ્ક વગરના કેટલા લોકોને પકડ્યા છે. 29 ઓગસ્ટના રોજ મુંબઈ પોલીસે લગભગ 920 લોકોને માસ્ક વગર પકડ્યા છે જે એક સપ્તાહના સમયગાળામાં સૌથી વધારે છે. ગ્રાફના કેપ્શનમાં મુંબઈ પોલીસે લખ્યું, ‘જોખમ વધારે, સાવધાની ઓછી. ગંભીર થઈ જાઓ મુંબઈ. જોખમ વાસ્તવિક છે. ગયા સપ્તાહે માસ્ક વગરના ફરતા લોકોને પકડવામાં આવેલા લોકોની વધતી સંખ્યાને જુઓ.’

માસ્ક પહેરી લો, બીજા લોકો વિશે થોડું વિચારો
મુંબઈ પોલીસના ગ્રાફને પોતાના સોશિયલ મીડિયા સ્ટોરી પર શેર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું, ‘માસ્ક પહેરી લો, બીજા લોકો વિશે વિચારો.’ તેની સાથે અનુષ્કાએ હાથ જોડતું ઈમોજી પણ બનાવ્યું છે. અનુષ્કા ઉપરાંત અનિલ કપૂર, કિયારા અડવાણી અને કરિશ્મા કપૂર જેવા સ્ટાર્સે પણ મુંબઈમાં કોરોનાના વધતા કેસિસને ધ્યાનમાં રાખતા પોસ્ટ શેર કરી લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના કેસ વધવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેમજ મુંબઈ મેટ્રોપોલિટન રિઝનમાં પણ છેલ્લા કેટલાક દિવસમાં કોરોનાના કેસ વધી ગયા છે. ત્યારે આ દરમિયાન ફિલ્મમેકર રૂમી જાફરી પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.