9 મહિનાની દીકરીને ટાર્ગેટ કરી:9 મહિનાની વામિકાને રેપની ધમકી મળતાં અનુષ્કા શર્મા ગુસ્સાથી લાલચોળ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો.મીડિયામાં યુઝર્સે અનુષ્કા-વિરાટની દીકરી અંગે અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી

UAE (યુનાઇટેડ અરબ અમીરાત)માં ટી20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે. ભારત સતત બે મેચમાં હાર્યું છે. ક્રિકેટર્સના ખરાબ પ્રદર્શનને કારણે ચાહકો સો.મીડિયામાં ગુસ્સો ઠાલવી રહ્યા છે. ખેલાડીઓ તથા તેમના પરિવારને ટાર્ગેટ કરે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને તેના ધર્મ પર ટ્રોલ કરાવમાં આવ્યો હતો. આટલું જ નહીં વિરાટ કોહલી તથા અનુષ્કા શર્માની નવ મહિનાની દીકરી વામિકાને ટાર્ગેટ કરવામાં આવી છે. વામિકાને રેપની ધમકી આપવામાં આવી હતી. આ વાતથી અનુષ્કા ઘણી જ ગુસ્સામાં છે.

દીકરીને રેપની ધમકી મળતા અનુષ્કા દુઃખી
ટ્રોલર્સે અનુષ્કાની નવ મહિનાની દીકરી અંગે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને રેપની ધમકી આપી દીધી હતી. ટ્રોર્લ્સની આ વાતનો વિરોધ કરવામાં આવ્યો છે. અનુષ્કા શર્મા ઘણી જ દુઃખી તથા આક્રોશમાં છે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, એક સેલેબ હોવાને કારણે અનુષ્કા ટ્રોલિંગ તથા નેગેટિવ વાતો સહન કરવાની શક્તિ ધરાવે છે. તે બહુ જ સ્ટ્રોંગ મહિલા છે. ચહેરા વિનાના લોકોની વાત તેની પર ક્યારેય અસર થતી નથી. જોકે, આ વખતે વાત વધી ગઈ હતી. અનુષ્કા તથા વિરાટ બંને સો.મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તેમને ખ્યાલ છે કે તેમની દીકરી અંગે શું કહેવામાં આવી રહ્યું છે. આ રીતની કમેન્ટ્સ જોઈને અનુષ્કા ભાંગી પડી હતી. એક માતા તરીકે તેને બહુ જ ગુસ્સો આવે છે.

અનુષ્કા શર્મા સો.મીડિયા છોડી દેશે?
સૂત્રોના મતે, એ વાત સાચી છે કે અનુષ્કા શર્મા હાલમાં ગુસ્સા છે, પરંતુ તે સો.મીડિયામાં પહેલાંની જેમ જ એક્ટિવ રહેશે. અત્યારે ફેસ્ટિવ સિઝન છે અને તે આ બધી બકવાસ વાતોથી માહોલ ખરાબ કરવા માગતી નથી.

ટીમ ઇન્ડિયા ટ્રોલ થઈ
ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે મળેલી હાર પછી ઝડપી બોલર મોહમ્મદ શમીને નિશાન બનાવાયો હતો. કેટલાક યુઝર્સે શમીના ધર્મ પર નિશાન સાધીને તેને ગદ્દાર કહ્યો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી ટ્રોલર્સ પર ગુસ્સે થયો હતો અને તેણે કહ્યું હતું કે જે લોકોએ આવું કર્યું છે તેઓ કરોડરજ્જુ વિનાના છે.

જોકે ટ્રોલર્સને વિરાટની નારાજગી યોગ્ય ના લાગી અને તેમણે વિરાટની દીકરી અંગે ગાળો અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી, એટલે સુધી કે રેપની ધમકી પણ આપી હતી. રેપ અંગે સંકળાયેલી આ પોસ્ટ આંદ્રે બોર્ગેસે શેર કરી છે.

દિલ્હી મહિલા આયોગે પત્ર લખ્યો
દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલને આ અંગે પત્ર લખ્યો છે. તેમણે રેપની ધમકી આપ્યા બાદ પોલીસે શું પગલાં ભર્યાં તેની માહિતી માગી છે. મહિલા આયોગે FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) કરવાની માગણી કરી છે.