અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ વીડિયો શેર કરી લોકોને સલાહ આપી, એકતા દેખાડો, જીવન અને દેશ બચાવો

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 05:21 PM IST

બોલિવૂડ ડેસ્ક: કોરોના વાઇરસને કારણે સમગ્ર ભારતમાં 21 દિવસ માટે લોકડાઉનનો આદેશ પ્રધાનમંત્રી મોદીએ આપ્યો છે. લોકોને ઘરે જ રહીને પેનિક થયા વગર અફવા પર ભરોસો ન કરવા કહેવામાં આવી રહ્યું છે. આ દરમ્યાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ એક વીડિયો શેર કરીને લોકોને જાગૃત કર્યા છે. તેમણે વીડિયોમાં કહ્યું કે કોરોના સામે જંગ જીતવામાં સમય લાગશે, હિંમત રાખો. હવે આ 21 દિવસ માટે તમારી ધીરજ અને જવાબદારી એકદમ મહત્ત્વની છે.

View this post on Instagram

एकता दिखाएँ, जीवन और देश बचाएँ 🙏🏻‬ ‪@narendramodi

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Mar 24, 2020 at 9:30pm PDT

તેમણે વીડિયોમાં લોકોને આવનાર સમયમાં શું કરવું તેની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ઘરે જ રહો, ખુદને અને પોતાના પરિવારને કોરોના વાઇરસથી બચાવો. કર્ફ્યુનું ઉલ્લંઘન ન કરો, આ ખાસ મહત્ત્વનું છે. સરઘસ કાઢી બહાર ન નીકળો. અફવા કે અંધશ્રદ્ધાથી કોરોના વાઇરસ સામે જંગ નહીં જીતાય. એકતા રાખી દેશ અને જીવન બચાવો.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ અગાઉ પણ એક વીડિયો શેર કરી લોકોને ઘરે જ સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. ઉપરાંત બીજા ઘણા સેલેબ્સે પણ આ લોકડાઉનને સમર્થન આપ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી