ગુડ ન્યૂઝ:અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના ઘરે પારણું બંધાશે, જાન્યુઆરી 2021માં પહેલા બાળકને આવકારશે

એક વર્ષ પહેલા

કરીના કપૂરે ગુડ ન્યૂઝ આપ્યા બાદ હવે એક્ટ્રેસ અનુષ્કા શર્માએ પણ ગુડ ન્યૂઝ આપ્યા છે. અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પેરેન્ટ્સ બનવાના છે. કપલે આ ગુડ ન્યૂઝની જાણ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો શેર કરીને કરી છે. અનુષ્કાએ લખ્યું કે, અને પછી, અમે ત્રણ થઇ જશું. જાન્યુઆરી 2021માં આવી રહ્યું છે.

એક્ટ્રેસના પ્રેગ્નન્સીના સમાચાર બાદ લોકોએ વધામણીનો વરસાદ કરી દીધો છે. કમેન્ટ સેક્શનમાં આલિયા ભટ્ટ, કાજલ અગ્રવાલ, તાપસી પન્નુ, વરુણ ધવન, પૂજા હેગડે, પરિણીતી ચોપરા, ક્રિકેટર કે એલ રાહુલ, કિઆરા અડવાણી સહિત અનેક સેલેબ્સે અભિનંદન પાઠવ્યા છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો.

હાલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા પણ પિતા બન્યો છે. નતાશા અને હાર્દિકે તેમના પહેલા દીકરા અગત્સ્યને 30 જુલાઈએ આવકાર્યો. જ્યારે કરીના કપૂરનું બીજું બાળક માર્ચમાં આવશે. હાલ કોહલી અને હાર્દિક પંડ્યા અન્ય ક્રિકેટર્સની સાથે IPL માટે દુબઇ છે.

અનુષ્કા શર્મા છેલ્લે શાહરુખ અને કેટરીના કૈફ સાથે ઝીરો ફિલ્મમાં દેખાઈ હતી. અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસ હેઠળ હમણાં પાતાલ લોક વેબ સિરીઝ અને બુલબુલ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયા. જેને લોકોએ ખૂબ વખાણ્યાં છે.

થોડા મહિના પહેલાં કપલના પેટ ડોગ બ્રુનોનું મૃત્યુ થયું હતું. કપલે સોશિયલ મીડિયા પર તેની સાથેનો ફોટો શેર કરીને તેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોહલીનું બીગલ બ્રિડનું આ ડોગ 11 વર્ષથી તેની સાથે હતું.

અન્ય સમાચારો પણ છે...