તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેલેબ લાઇફ:અનુષ્કાએ પતિ વિરાટ સાથે બ્રેકફાસ્ટ કર્યો, કહ્યું- જ્યારે જલ્દીથી નાસ્તો મળી જાય

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલી બેસ્ટ કપલમાંથી એક છે. અનુષ્કા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં જ અનુષ્કા પતિ વિરાટ તથા દીકરી વામિકા સાથે ઇંગ્લેન્ડમાં છે. હાલમાં જ અનુષ્કાએ પતિ સાથેની એક તસવીર શૅર કરી હતી.

તસવીરમાં બંને બ્રેકફાસ્ટ કરતાં જોવા મળ્યા
અનુષ્કાએ શૅર કરેલી તસવીરમાં તે તથા વિરાટ નાસ્તો કરતાં જોવા મળ્યા હતા. બંને કોઈ રેસ્ટોરાંમાં જોવા મળ્યા હતા. અનુષ્કાએ તસવીર શૅર કરીને કહ્યું હતું, જ્યારે તમને ઝડપથી નાસ્તો મળી જાય અને તમે જીતી ગયા હો તેવું ફીલ કરો. આ તસવીર સો.મીડિયામાં વાઇરલ થઈ છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમ વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ આવી હતી. ભારત ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારી ગયું હતું.

હાલમાં જ ફંડરેઝર શરૂ કર્યું હતું
થોડાં સમય પહેલાં ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ હતું. વિરાટ તથા અનુષ્કાએ ચાહકોને આ અભિયાનમાં મદદ કરવાની અપીલ કરી હતી. અનુષ્કા તથા વિરાટે આ ફંડમાં રૂપિયા 2 કરોડનું દાન આપ્યું હતું.

જાન્યુઆરીમાં દીકરીને જન્મ આપ્યો
અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ દીકરી વામિકાને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ હજી સુધી દીકરીનો ચહેરો બતાવ્યો નથી.