તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્ફેક્ટ ફેમિલી:અનુષ્કા તથા વિરાટ પહેલી જ વાર અમદાવાદ એરપોર્ટ પર દીકરી વામિકા સાથે જોવા મળ્યા

મુંબઈ3 મહિનો પહેલા
એરપોર્ટ પર અનુષ્કા શર્મા દીકરી સાથે તથા વિરાટ કોહલી
  • એરપોર્ટ પર અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો

હાલમાં જ અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે અમદાવાદ તથા પૂના એરપોર્ટ પર જોવા મળી હતી. પહેલી જ વાર અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે જાહેરમાં જોવા મળી હતી. જોકે, અનુષ્કાએ દીકરીનો ચહેરો છુપાવીને રાખ્યો હતો.

પરિવાર પૂના રવાના થયો
અમદાવાદમાં ટેસ્ટ તથા ટી-20 રમ્યા બાદ વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે પૂના જવા રવાના થયો હતો. પૂનામાં ઈંગ્લેન્ડ તથા ભારત વચ્ચે વનડે સિરીઝ યોજાશે. ભારત તથા ઈંગ્લેન્ડ ત્રણ વનડે રમશે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ તથા ટી-20 બંને સિરીઝ ટીમ ઈન્ડિયાએ પોતાને નામે કરી છે.

વિરાટના હાથમાં સામાન જોવા મળ્યો
અનુષ્કા શર્માએ દીકરીને ખોળામાં રાખી હતી. તો વિરાટના હાથમાં સામાન જોવા મળ્યો હતો. આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થતાં યુઝર્સે વિરાટના વખાણ કર્યાં હતાં. આટલું જ નહીં અનુષ્કા સાથે નેની નહોતી અને તેણે જાતે જ દીકરીને તેડી હતી.

11 જાન્યુઆરીએ દીકરીને જન્મ આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. અનુષ્કાએ દીકરી સાથેનો પ્રથમ ફોટો શેર કરીને લખ્યું હતું કે 'અમે પ્રેમ, કૃતજ્ઞતા સાથે જીવન જીવ્યાં છીએ, પરંતુ નાનકડી વામિકાએ અમારું જીવન જ બદલી નાખ્યું છે. આંસુ, હાસ્ય, ચિંતા, આશીર્વાદ, લાગણીઓ મિનિટમાં અનુભવાય છે. ઊંઘ તો હવે આવતી નથી, પરંતુ અમારું હૃદય એકદમ ભરેલું છે. તમારી પ્રાર્થના, શુભેચ્છા તથા પોઝિટિવ એનર્જી માટે તમામનો આભાર.'