તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટારકિડ:સોશિયલ મીડિયા ટ્રોલિંગથી અનુરાગ કશ્યપની દીકરી આલિયા ડિપ્રેશનમાં જતી રહી હતી, હાલ કેલિફોર્નિયામાં અભ્યાસ કરે છે

4 મહિનો પહેલા
આલિયાએ બિકિનીમાં ફોટો પોસ્ટ કર્યા પછી જોરદાર ટ્રોલ થઈ હતી
  • આલિયા અનુરાગની પહેલી પત્ની આરતી બજાજની દીકરી છે
  • આલિયાએ બિકિનીમાં અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને એ પછી ટ્રોલર્સે તેને રેપની ધમકી આપી હતી

ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ સોશિયલ મીડિયામાં ઘણી પોપ્યુલર છે. થોડા સમય પહેલાં આલિયાએ બિકિનીમાં અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા અને એ પછી ટ્રોલર્સે તેને રેપની ધમકી આપી હતી. આ ટ્રોલિંગથી આલિયાને મેન્ટલ તકલીફોનો સામનો કરવો પડ્યો અને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. જો કે, હવે તેની તબિયત સારી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનું બંધ કર્યું નથી.

આલિયા રણબીર કપૂરની ફેન છે
આલિયા રણબીર કપૂરની ફેન છે

બોલિવૂડ ઈન્ટરેસ્ટની વાત કરીએ તો આલિયા રણબીર કપૂરની મોટી ફેન છે. રણબીરે અનુરાગ સાથે ફિલ્મ બોમ્બે વેલવેટ(2015)માં કામ કર્યું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન આલિયા સેટ પણ તેના મિત્રો સાથે આવી ગઈ હતી. સેટ પર આલિયાએ રણવીર સાથે વાત જ નહીં પણ તેના સાથે ફોટો ઓન ક્લિક કરાવ્યા હતા.

શ્રીદેવીની દીકરીની મિત્ર છે
આલિયાની બેસ્ટ ફ્રેન્ડ શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર છે. બંને એક જ સ્કૂલમાં ભણ્યા છે. આલિયા સૈફ અલી ખાન અને અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ ખાનની પણ સારી દોસ્ત છે. હાલ આલિયા કેલિફોર્નિયામાં રહીને ગ્રેજ્યુએશન પૂરું કરી રહી છે.

આરતી અને અનુરાગે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા
આરતી અને અનુરાગે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા

આલિયા અનુરાગની પહેલી પત્નીની દીકરી છે
આલિયા અનુરાગ કશ્યપની પ્રથમ પત્ની આરતી બજાજની દીકરી છે. આરતી અને અનુરાગે વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. 2009માં તેઓ છૂટાછેડા લઈને અલગ પડ્યા. એ પછી અનુરાગે એક્ટ્રેસ કલ્કિ કેકલાં(2009) સાથે લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન લાંબો સમય સુધી ચાલ્યા નહીં અને 2015માં બંને અલગ થઈ ગયા.

અન્ય સમાચારો પણ છે...