તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપના આરોપમાં અનુરાગ કશ્યપ ફસાયા:સમન્સ મોકલીને 1 ઓક્ટોબરે મુંબઈ વર્સોવા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા, પરવાનગી વગર મુંબઈ છોડવા માટેની મનાઈ

7 મહિનો પહેલા
ફિલ્મમેકર- ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. - Divya Bhaskar
ફિલ્મમેકર- ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે.
 • રેપના આરોપોને અનુરાગ કશ્યપે તેના વકીલ મારફત સ્ટેટમેન્ટ રિલીઝ કરાવી સંપૂર્ણ રીતે નકારી દીધા છે અને નિરાધાર ગણાવ્યા છે

મુંબઈમાં રહેતી સાઉથની એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ કશ્યપ પર રેપનો આરોપ લગાવ્યો છે. મુંબઈ પોલીસે અનુરાગ કશ્યપને 1 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. બુધવારે તેની વિરુદ્ધ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી સમન્સ રિલીઝ થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમન્સમાં તેમને પોલીસની પરવાનગી વગર મુંબઈ ન છોડવા માટે કહેવામાં આવ્યું છે.

રેપના આરોપોને અનુરાગ કશ્યપે તેના વકીલ મારફત સ્ટેટમેન્ટ રિલીઝ કરાવી સંપૂર્ણ રીતે નકારી દીધા છે અને નિરાધાર ગણાવ્યા છે.

એક દિવસ પહેલાં એક્ટ્રેસ રાજ્યપાલને મળી હતી
આ પહેલાં એક્ટ્રેસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈને અનુરાગ કશ્યપથી તેના જીવને જોખમ હોવાની વાત જણાવી હતી. રાજભવન બહાર આવીને એક્ટ્રેસે કહ્યું હતું કે 'રેપનો આરોપી જાહેરમાં ફરી રહ્યો છે, માટે તેને સુરક્ષા આપવામાં આવે.' રાજભવનમાં એક્ટ્રેસ સાથે રાજકારણી રામદાસ આઠવલે અને તેમની પાર્ટીના અમુક કાર્યકર્તા પણ હાજર હતા. એક્ટ્રેસે કહ્યું હતું કે જો કશ્યપને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં ન આવ્યો તો તે ભૂખહડતાલ પર બેસી જશે.

22 સપ્ટેમ્બરે કશ્યપ વિરુદ્ધ રેપ કેસ ફાઈલ થયો
22 સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો. એક્ટ્રેસનો આરોપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખરાબ વર્તન, ખોટા હેતુથી રોકવાનો અને મહિલાનું અપમાન કરવાની ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે.

સ્વરા ભાસ્કરે આઠવલે પર નિશાન સાધ્યું
આ બાબતને લઈને એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર ફોટો શેર કર્યો છે, જેમાં પાયલ ઘોષ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, વકીલ નીતિન સતપૂતે અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે દેખાઈ રહી છે. સ્વરાએ લખ્યું, 'સારું હોત જો મંત્રી આઠવલેજી આ સમર્થન હાથરસ ગેંગરેપની પીડિતા, જેનું નિધન થયું- તેને અને તેના પરિવારને પણ આપત.'

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો