તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૉકડાઉન ડાયરી:'અનુપમા' ફૅમ સુધાંશુ પાંડેએ કહ્યું, 'અન્ય કલાકારોની જેમ મેં પણ આર્થિક તંગીનો સામનો કર્યો હતો'

મુંબઈ2 મહિનો પહેલા

હાલમાં ટીવી એક્ટર સુધાંશુ પાંડે સિરિયલ 'અનુપમા'માં વનરાજ શાહની ભૂમિકા ભજવી રહ્યો છે. તાજેતરમાં જ દિવ્ય ભાસ્કરે સુધાંશુ પાંડે સાથે વાત કરી હતી. સુધાંશુએ લૉકડાઉન દરમિયાનની ખાસ વાતો શૅર કરી હતી.

પર્યાવરણ પ્રત્યે આપણું જે વલણ છે, તે ખોટું છે
મોટાભાગના લોકો કહે છે કે આપણે લૉકડાઉનમાંથી ઘણું શીખ્યું છે. જોકે, મારી સાથે આનાથી તદ્દન વિરુદ્ધનું થયું છે. હું ઘણી બાબતો ભૂલી ગયો છું. જ્યારે આપણો જન્મ થયો, આપણા પેરેન્ટ્સનો જન્મ થયો, તેમણે પોતાના જીવનમાં અને આપણે આપણાં જીવનમાં ક્યારેય આવો સમય જોયો નથી. આપણી ઘણી એવી ટેવો હતો, જે આપણી લાઈફસ્ટાઈલ સાથે વણાયેલી હતી. જોકે, આ આદતો ખોટી હતી. પર્યાવરણ પ્રત્યે આપણું જે વલણ છે, તે ખોટું છે. આ વલણને સુધારવાની જરૂર છે.

'અનુપમા'ના સેટ પર સુધાંશુ પાંડે તથા અન્ય કલાકારો
'અનુપમા'ના સેટ પર સુધાંશુ પાંડે તથા અન્ય કલાકારો

લૉકડાઉનની પોઝિટિવ ઈમ્પેક્ટ પડી
મારા માટે તે સમય એવો હતો, જ્યારે મેં મારી ભૂલો અંગે વિચાર્યું અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો. હું પોતે તો મારી ભૂલ સમજ્યો પરંતુ મેં મારા મિત્રો તથા આસપાસના લોકોને પણ સમજાવી. અમે નક્કી કર્યું હતું કે જો આપણે ફરી આવો સમય ક્યારેય જોવો નથી તો આપણે સૌ પહેલાં આપણી જાતને સુધારીશું. મારી ઉપર લૉકડાઉનની ઘણી જ પોઝિટિવ ઈમ્પેક્ટ પડી હતી. મેં અનેક લોકોના દૃષ્ટિકોણ બદલવાનો પ્રયાસ કર્યો હતો. આટલા લાંબા સમય સુધી તમે ઘરમાં બંધ હો, કારણ કે તમને ખ્યાલ છે કે તમે ઘરની બહાર જઈ શકો તેમ નથી. લિમિટેડ રાશન સાથે આપણે ઘર ચલાવ્યું. ઓછી વસ્તુઓમાં આપણે ખુશ થતા હતા. આ લૉકડાઉને ઘણું શીખવાડ્યું છે.

'અનુપમા' શરૂ થાય તે પહેલાં જ હોલ્ડ પર મૂકી દેવાયો
અમારો શો 'અનુપમા' શરૂ થાય તે પહેલાં જ હોલ્ડ પર મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારે હું ઘણો જ ડરી ગયો હતો. ડર એ વાતનો હતો કે સિરિયલ શરૂ થાય તે પહેલાં જ આવી હાલત છે તો આગળ જઈને શું થશે. મહાકાળની કૃપાથી અંદાજે 3 મહિના પછી અમારો શો ફરી શરૂ થયો. જુલાઈ 2020માં કોરોનાના કેસ વધારે હતા, પરંતુ બિઝનેસમાં ઘણું જ નુકસાન થતું હોવાને કારણે સરકારે શૂટિંગની પરવાનગી આપી હતી. અમે સેટ પર તમામ પ્રકારની ગાઈડલાઈન સાથે શૂટિંગ કર્યું. આજે અમે 200 એપિસોડ સફળતાપૂર્વક ક્રોસ કર્યા.

પત્ની સાથે સુધાંશુ પાંડે
પત્ની સાથે સુધાંશુ પાંડે

ડિપ્રેશન જેવો કોઈ ભાવ મારી પર હાવી થવા દેતો નથી
ઘણાં એક્ટર્સની જેમ મારે પણ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. એક્ટિંગ જ અમારી કમાણીનું માધ્યમ છે. જો તે જ બંધ થઈ જાય તો આર્થિક તકલીફ થાય તે સમજી શકાય તેવી વાત છે. જીવનમાં આગળ શું થશે, તેનો ડર સતત હતો. આ સમય દરમિયાન કેટલાંક એક્ટર્સે પોતાનો જીવ લઈ લીધો, આ ઘણો જ દુઃખદાયી સમય હતો. હું તે સમયને ભાગ્યે જ યાદ કરવા માગું છું. મુશ્કેલ પરિસ્થિતિમાં જેને પણ આ સમય પસાર કર્યો, તે તમામ મારા માટે પ્રેરણાદાયી છે. મારો પરિવાર મારી સાથે હતો, આથી જ મેં આ પરિસ્થિતિને સમજદારી પૂર્વક હેન્ડલ કરી હતી. ડિપ્રેશન જેવા કોઈ ભાવને મારી ઉપર હાવી થવા દીધો નથી.

'અનુપમા'ના સેટ પર સુધાંશુ પાંડે
'અનુપમા'ના સેટ પર સુધાંશુ પાંડે

લૉકડાઉનમાં કચરા-પોતાં બહુ કર્યા
લૉકડાઉનમાં મેં કચરા-પોતા બહુ જ કર્યાં છે. આ એક એવી ટેલેન્ટ છે, જેને મેં લૉકડાઉનમાં એક્સપ્લોર કરી હતી. ઘરના કામ માટે કોઈ સર્વન્ટ નહોતા અને તેથી જ મેં સાફ સફાઈ કરી હતી. આ સાથે જ પરિવારની સાથે મળીને કુકિંગ કર્યું. ઘરના લોકો સાથે બેસીને જમવાની મજા જ કંઈક અલગ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો