તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામની શોધ:અનુપમ ખેરના દીકરા સિકંદરે સોશિયલ મીડિયામાં કામ માગ્યું, ફોટો શૅર કરીને કહ્યું- તમે પણ હસી શકો છો

મુંબઈ5 દિવસ પહેલા

અનુપમ ખેર તથા કિરણ ખેરના દીકરા સિકંદર ખેરે સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર શૅર કરીને કામ માગ્યું છે. જોકે, તેણે કેપ્શનને મજાકમાં લેવાની સલાહ પણ આપી છે. 38 વર્ષીય સિકંદરે લખ્યું હતું, 'કામની જરૂર છે. તમે હસી પણ શકો છો.' તેની આ તસવીર પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ કમેન્ટ પણ કરી છે.

ફિલ્મમેકર અપૂર્વ લાખિયાએ કહ્યું હતું, 'સર, જો મહાનાયક અમિતાભ બચ્ચન પછી જો હું કોઈ વ્યસ્ત વ્યક્તિને ઓળખતો હોઉં તો તે તમે છો.' જવાબમાં સિકંદરે કહ્યું હતું, 'સર, શું તમે એવું ઈચ્છો છો કે હું ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જાઉં?

આ વર્ષે ત્રણ વેબ સીરિઝમાં જોવા મળ્યો
સિકંદર આ વર્ષે ત્રણ વેબ સીરિઝ 'આર્યા', 'ધ ચાર્જશીટ' તથા 'મુમ્ભાઈ'માં જોવા મળ્યો હતો. ફિલ્મની વાત કરીએ તો ગયા વર્ષે ત્રણ ફિલ્મ 'મિલન ટૉકીઝ', 'રોમિયો અકબર વૉલ્ટર' તથા 'ધ ઝોયા ફેક્ટર' રિલીઝ થઈ હતી. અક્ષય કુમારની 'સૂર્યવંશી'માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

સિકંદર, કિરણ ખેરના પહેલા પતિનો દીકરો
સિકંદર, કિરણ ખેર તથા તેમના પહેલા પતિ ગૌતમ બેરીનો દીકરો છે. 2013માં એક ઈન્ટરવ્યૂમાં અનુપમ ખેરે કહ્યું હતું, 'સિકંદર જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે મારી પાસે આવ્યો હતો. તે મને ઘણું જ માન-સન્માન આપતો હતો. જેવી રીતે મારા પિતાનો મારી પ્રત્યે વ્યવહાર હતો, તેવો જ વ્યવહાર મારો સિકંદર પ્રત્યે છે. જોકે, મને મારા પોતાના બાળકની ખોટ હંમેશાં વર્તાય છે પણ હું કંઈ જ કરી શકું તેમ નથી.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો