સો.મીડિયા પર વાઈરલ:અનુપમ ખેરની માતા દુલારીએ ફિલ્મ 'પુષ્પા'ના ગીત શ્રીવલ્લી પર ડાન્સ કર્યો, વીડિયો વાઈરલ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ 'શિવ શાસ્ત્રી બડબોલા'માં જોવા મળશે અનુપમ ખેર

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે હાલમાં જ તેમની માતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેઓ ફિલ્મ 'પુષ્પા'ના ગીત શ્રીવલ્લી પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ અલ્લુ અર્જુનના હુક સ્ટેપની કોપી કરતી જોવા મળી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ અનુપમની માતાના આ વીડિયો પર રિએક્ટ કરી રહ્યા છે

અનુપમે કહ્યું દુલારી રોક્સ
અનુપમે આ વીડિયોને શેર કરતા લખ્યું, આ એપિક છે... માતાનો આ વીડિયો શૂટ કરવા બદલ તારો આભાર વૃંદા. વીડિયો શેર કરતા તેમણે દુલાહી રોક્સ પણ લખ્યું છે. વૃંદા, અનુપમના ભાઈ રાજૂ ખેરની દીકરી છે.

વૃંદાએ પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, "હાહાહાહા. તે સૌથી સુંદર હતો. હું ઘરે પેપ સાથે આ ડાન્સ કરી રહી હતી અને તેમણે જોયું કે હું તેમણે શીખવી રહી છું અને તેમણે પણ આવું કરવાનું શરૂ કરી દીધું હતું. તેને શૂટ કરવાનો જ હતો."

ફિલ્મ 'શિવ શાસ્ત્રી બડબોલા'માં જોવા મળશે અનુપમ ખેર
અનુપમ સોશિયલ મીડિયા પર હંમેશાં પોતાની માતાનો ફોટો અને વીડિયો પોસ્ટ કરતા રહે છે. અનુપમની વાત કરીએ તો તેમણે હાલમાં જ પોતાની 519મી ફિલ્મ 'શિવ શાસ્ત્રી બડબોલા'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં અનુપમની સાથે નીના ગુપ્તા પણ મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની અમેરિકાના એક નાનકડા શહેરમાં રહેતા ઈન્ડિયન સર્વાઈકલને વ્યક્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...