મોદીની વકીલાત કરતાં ફજેતી થઈ:અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર લખ્યું- આવશે તો મોદી જ, યુઝર્સે કહ્યું- ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો

6 મહિનો પહેલા

અનુપમ ખેર સત્તાના ભક્ત છે, આ વાત તેમણે જાતે જ સાબિત કરી દીધી છે. કોરોના સંકટના સમયમાં પણ તેમને માનવીય સંવેદનાઓ અને વેદનાઓ સાથે કંઈ લેવાદેવા નથી. અનુપમે શેખર ગુપ્તાની એક પોસ્ટને રિટ્વીટ કરતાં લખ્યું- સરકારની ટીકા કરવી જરૂરી છે. તેમના પર આરોપ મૂકવો જોઈએ, પરંતુ એનો સામનો કરવાની પણ આપણી જવાબદારી છે. ગભરાશો નહીં. આવશે તો માત્ર મોદી જ. ત્યાર બાદ તમે સમજી ગયા હશો કે જનતાએ તેમની શું હાલત કરી હશે.

અનુપમને સરકાર પર આંગળી ચીંધવાનું ન ગમ્યું
શેખર ગુપ્તાના ટ્વીટથી વાત શરૂ થઈ હતી, જ્યાં તેમણે લખ્યું હતું- સાઠના દાયકાના બાળક તરીકે મેં દરેક મુશ્કેલી જોઈ છે. 3 યુદ્ધોની સાથે દુષ્કાળ જેવી મુશ્કેલીઓ પણ જોઈ છે. દેશના ભાગલા બાદ આવેલું આ સૌથી મોટું સંકટ છે અને દેશે પણ આવું નહીં જોયું હોય કે કોઈ સરકાર આવા સમયગાળામાં એક્શન લેવાનું ચૂકી ગઈ હોય. કોઈ કંટ્રોલ રૂમ નથી, કોઈ જવાબદાર નથી. તે સંપૂર્ણ રીતે હારેલી સરકાર છે.

અનુપમને શેખરની આ વાત ખરાબ લાગી, પરંતુ એના પર કટાક્ષ કરતાં તેમણે જે લખ્યું તે દેશવાસીઓ અને તેમના ફેન્સને ગમ્યું નહીં. વાંચો તેમને કેવા પ્રકારની ટીકાઓનો સામનો કરવો પડ્યો.

યુઝર્સે ટીકા કરી, પરંતુ અનુપમે પોસ્ટ ડિલિટ ન કરી
એક યુઝરે લખ્યું કે જો તમારામાં હિંમત હોય તો કોઈ હોસ્પિટલની બહાર ઊભા રહીને એવી બૂમો પાડો કે આવશે તો મોદી જ, તો લોકો તમને કહેશે કે ક્યારે આવશે. એક અન્ય યુઝરે લખ્યું- અનુપમ ખેર નિર્વિવાદ રૂપથી કંગના રનૌતનું મેલ વર્ઝન છે. એક યુઝરે લખ્યું- બેશરમી માટે નોબેલ પુરસ્કાર મળવાનું શરૂ થાય તો અનુપમ ખેરનું નામ સૌથી આગળ આવશે. પોસ્ટ કર્યાના 24 કલાક બાદ ખરાબ રીતે બેઇજ્જત થયા બાદ પણ આ પોસ્ટ તેમની વોલ પર હતી.