તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કુછ ભી હો સકતા હૈં મોમેન્ટ:અનુપમ ખેરે તસવીર શૅર કરીને કહ્યું, ‘માઈકલ જેક્સનને મળવા માટે હું બેરિકેડ તોડીને સ્ટેજ પર દોડી ગયો હતો’

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અનુપમ ખેર સોશિયલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. અનુપમ ખેર પોતાના જીવન સાથે જોડાયેલી નાની-મોટી વાતો શૅર કરતા રહેતા હોય છે. હાલમાં જ અનુપમ ખેરે એક ખાસ તસવીર શૅર કરીને તે તસવીર પાછળની વાત પણ કહી હતી. અનુપમ ખેરે જે તસવીર શૅર કરી છે, તેમાં તે માઈકલ જેક્સન સાથે હાથ મિલાવતા જોવા મળે છે.

ભારતમાં અનુપમ ખેરની મુલાકાત માઈકલ જેક્સન સાથે થઈ
ફોટો શૅર કરીને અનુપમે કહ્યું હતું, ‘આ તસવીર પાછળની વાત. 1996માં જ્યારે માઈકલ જેક્સન ભારત આવ્યા ત્યારે ઓબેરોય હોટલના ગાર્ડનમાં એક ગેટટુગેધર યોજવામાં આવ્યું હતું. કેટલાંક લોકોને માઈકલ જેક્સન સાથે મુલાકાત કરાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં અને તેમાંથી હું એક નસીબદાર વ્યક્તિ હતો. ભરતભાઈ શાહનો આભાર. આ ગાર્ડનમાં સ્પેશિયલ ગેસ્ટ માટે એક નાનકડું સ્ટેજ બનાવવામાં આવ્યું હતું અને બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા હતાં. માઈકલ જેક્સન આવ્યા અને બોડીગાર્ડ્સ સ્ટેજ પર ઊભા રહી ગયા હતાં. મહેમાનોની વચ્ચે એકદમ શાંતિ હતી. હું તે જાદુગર (માઈકલ)ને જોતો હતો. આ જાદુગરે પોતાના ઈલેક્ટ્રિફાઈંગ પર્ફોર્મન્સથી આખા યુનિવર્સને મંત્રમુગ્ધ તથા સંમોહિત કરી દીધું હતું.’

બેરિકેડ્સ તોડીને માઈકલને મળ્યો
અનુપમ ખેરે આગળ કહ્યું હતું, ‘તેઓ થોડાં જ દૂર હતાં. હું આ ક્ષણને કેપ્ચર કરવા માગતો હતો. હું બેરિકેડ્સ તોડીને સ્ટેજ પર પહોંચ્યો અને માઈકલ જેક્સનને ગળે લગાવવાની તૈયારીમાં જ હતો. બોડીગાર્ડ્સ મારી તરફ દોડ્યાં અને તેઓ મને પકડી લે એ પહેલાં જ ભરતભાઈએ મારી મુલાકાત માઈકલ જેક્સન સાથે કરાવી અને કહ્યું હતું કે આ ભારતના બિગેસ્ટ એક્ટર છે. માઈકલે તરત જ વિન્રમતાથી ઝૂકીને મારી સાથે હાથ મિલાવ્યા. આ તસવીર કેપ્ચર થઈ ગઈ. ઘણીવાર તમારે કુછ ભી હો સકતા હૈં ક્ષણ માટે પ્રયાસ કરવા પડે છે. જય હો. આ તસવીર માટે આંદ્રે ટિમિન્સનો આભાર. ’

ઉલ્લેખનીય છે કે આંદ્રે ટિમિન્સ વિઝક્રાફ્ટના કો-ફાઉન્ડર તથા ડિરેક્ટર છે. તેમણે માઈકલ જેક્સનની ટૂર ભારતમાં ઓર્ગેનાઈઝ કરી હતી. ભરતભાઈ શાહ બોલિવૂડના જાણીતા ફિલ્મ ફાઈનાન્સર, ડિસ્ટ્રીબ્યૂટર તથા પ્રોડ્યૂસર છે. 

નોંધનીય છે કે 1996માં માઈકલ જેક્સનની મુંબઈમાં યોજાયેલ કોન્સર્ટ સફળ રહી હતી. આ કોન્સર્ટમાં અંદાજે પાંચ હજાર લોકો હાજર રહ્યાં હતાં. ભારત છોડતા પહેલાં માઈકલે પોતાના હોટલના રૂમના ઓશીકા પર હાથેથી લખેલો પત્ર મૂક્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તે ભારત દેશ તથા તેના લોકોમાં પ્રેમમાં પડી ગયો. તે અહીંયાના લોકોની વિન્રમતાથી ઘણો જ ખુશ થયો. તેણે ભારતને પોતાનો ખાસ પ્રેમ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હોલિવૂડ પોપ સ્ટાર માઈકલ જેક્સનના ચાહકો વિશ્વભરમાં છે. માઈકલ જેક્સનની મૂન વૉક ચાહકોમાં ઘણી જ લોકપ્રિય હતી. વર્ષ 25 જૂન, 2009ના રોજ માઈકલ જેક્સનનું અવસાન થયું હતું. 

અનુપમ ખેરે હાલમાં જ પોતાનું ઓટોબાયોગ્રાફિકલ પ્લે ‘કુછ ભી હો સકતા’ને ડિજિટલી રિલીઝ કર્યું છે. આ પ્લેમાં અનુપમ ખેરની જર્ની બતાવવામાં આવી છે, જેમાં નિષ્ફળતા તથા સફળતાની વાત કરવામાં આવી છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો