તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અનુપમ ખેરે પોતાના પોડકાસ્ટ 'અનુપમ કેર્સ'માં પોતાની સૌથી બકવાસ ડેટ અંગે વાત કરી હતી. તેમણે પોડકાસ્ટનું ટ્રેલર પણ શૅર કર્યું છે. ટ્રેલરમાં તેમણે કહ્યું હતું કે તેમની સૌથી બકવાસ ડેટમાં તેમની પર ભોજન ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાથી તેઓ એટલા દુઃખી થયા હતા કે તેઓ માત્ર રેસ્ટોરાંનું બિલ ચૂકવવાનું જ નહોતા ભૂલ્યા પરંતુ સાધુ બનવાનું વિચારવા લાગ્યા હતા.
હક્કા નૂડલ્સ માથા પર લટકતા હતા
અનુપમે કહ્યું હતું, 'અમે પૂરો સમય ત્યાં રહેતા હતા. કોઈ તમાશો કરવા ઈચ્છતા નહોતા અને હું કંઈક એવી હાલતમાં હતો કે સ્વીટ કોર્ન, ચિકન સૂપ મારા ખોળામાં હતો, મારા શર્ટમાંથી ગ્રેવી ટપકતી હતી, હક્કા નૂડલ્સ મારા માથા પર લટકતા હતા. હું બિલકુલ સેહરા પહેરેલો ટ્રેડિશનલ વરરાજા જેવો લાગતો હતો. જોકે, વરરાજાની શોભ વધારનાર સેહરાને બદલે મારા માથા પર ડિનર હતું અને આ ઘણું જ અપમાનજનક હતું. હું ચુપચાપ રેસ્ટોરાંની બહાર નીકળી ગયો. આઘાતને કારણે હું બિલ ચૂકવવાનું પણ ભૂલી ગયો હતો.
Trailer of my #Podcast! This is the story of my worst date…I had to go to an ashram to recover. I’ll also introduce you to a famous parachutist who decided to create some magic in the center of the world.❣😍 #AnupamCares @iheartpodcast @mhattikudur@morgan_lavoie@jwellest pic.twitter.com/XAVOw5aJWo
— Anupam Kher (@AnupamPKher) December 28, 2020
સાધુ બનવા તૈયાર થઈ ગયો હતો
અનુપમે આગળ કહ્યું હતું, 'જ્યારે હું ઘર તરફ જતો હતો ત્યારે મેં મારા કાનમાંથી સૂપ સાફ કર્યો અને વિચાર્યું કે શું પ્રેમનો અહેસાસ આ જ હોય છે? આથી જ મેં એ જ કર્યું, જે દરેક કન્ફ્યૂઝ યુવક કરે છે. હું પણ સાધુ બનવા તૈયાર થઈ ગયો હતો.'
રિકવર થવા માટે આશ્રમ જવું પડ્યું હતું
અનુપમે વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'મારા પોડકાસ્ટનું ટ્રેલર. આ મારી સૌથી વર્સ્ટ ડેટની વાત છે. રિકવર થવા માટે મારે એક આશ્રમમાં જવું પડ્યું હતું. હું તમારો પરિચય એક એવા પેરાશૂટિસ્ટ સાથે પણ કરાવીશ, જેમણે દુનિયાના કેન્દ્રમાં કંઈક જાદુ કરવાનો નિર્ણય કર્યો છે.
'ધ કાશ્મીર ફાઈલ્સ'ના શૂટિંગમાં વ્યસ્ત
અનુપમ ખેર હાલમાં ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રાની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો તથા તેમના સ્થળાંતર અંગે વાત કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.