'ધ કાશ્મીર ફાઇલ્સ'ની ઓસ્કર 2023માં એલિજિબલ:301 ફિલ્મની રિમાઇન્ડ લિસ્ટમાં 'કાંતારા', 'રોકેટરી' સહિત ભારતની 9 ફિલ્મ સામેલ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

2022ની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રહી હતી. હવે આ ફિલ્મને ઓસ્કર 2023 માટે એલિજિબલ કરવામાં આવી છે. ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં આ વાત શૅર કરી હતી. 'RRR' તથા 'છેલ્લો શો' ઓસ્કરમાં શોર્ટલિસ્ટ થઈ છે.

ઓસ્કર રિમાઇન્ડર લિસ્ટમાં કઈ કઈ ફિલ્મ સામેલ છે?
આ લિસ્ટમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ', 'કાંતારા', 'રોકેટરીઃ ધ નમ્બી ઇફેક્ટ', 'ગંગુબાઈ કાઠિયાવાડી', 'વસંતરાવ', 'તુઝ સાથી કહી હી', 'ઇરાવિન નિઝલ' તથા 'વિક્રાંત રોના' સામેલ છે. આ તમામ ફિલ્મને બેસ્ટ પિક્ચર તથા બેસ્ટ એક્ટર કેટેગરીના કન્ટેસન લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.

ઓસ્કર માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' એલિજિબલ થઈ
વિવેક અગ્નિહોત્રીએ સો.મીડિયામાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોને આભાર માન્યો હતો. આટલું જ નહીં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના એક્ટર્સ પલ્લવી જોષી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર તથા અનુપમ ખેર બેસ્ટ એક્ટર્સની કેટેગરીમાં એલિજિબલ થયા છે. ડિરેક્ટરે કહ્યું હતું, 'આ તો બસ શરૂઆત છે, હજી તો ઘણું આગળ જવાનું છે.'

વોટિંગ પ્રોસેસ બાદ ફિલ્મને આગળ રિફર કરવામાં આવશે
9 જાન્યુઆરી, 2023ના રોજ એકેડમી અવૉર્ડ્સ માટે એલિજીબલ 301 ફિલ્મની કોન્ટેસન લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ તમામ ફિલ્મને વોટિંગ પ્રોસેસ પછી આગળ રિફર કરવામાં આવશે. આ એલિજિબિલિટી લિસ્ટ છે. આ શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મનું લિસ્ટ નથી.

12-17 જાન્યુઆરી સુધી વોટિંગ
95મા એકેડેમી અવૉર્ડ્સ માટે નોમિનેશનનું વોટિંગ 12-17 જાન્યુઆરી સુધી છે. નોમિનેશન્સનું એલાન 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. ઓસ્કર અવૉર્ડની જાહેરાત 12 માર્ચ, 2023ના રોજ થશે.

IFFIના હેડના નિવેદનથી હોબાળો મચ્યો હતો
નાદવ લેપિડે ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાની ક્લોઝિંગ સેરેમનીમાં કહ્યું હતું, 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને અમે બધા જ ડિસ્ટર્બ હતા. આ ફિલ્મ અમને અશ્લીલ તથા પ્રોપેગેંડા બેઝ્ડ લાગી. આટલા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ માટે આ ફિલ્મ યોગ્ય નથી. હું તમારી સાથે મારી ફીલિંગ એટલા માટે શૅર કરું છું, કારણ કે આ ફેસ્ટિવલની આત્મા છે કે આપણે અહીંયા ટીકાઓનો પણ સ્વીકાર કરીએ અને તેના પર ચર્ચા કરીએ.

નાદવે આગળ કહ્યું હતું, 'આ ફેસ્ટિવલમાં અમે ડેબ્યૂ કોમ્પિટિશનમાં 7 ફિલ્મ અને ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં 15 ફિલ્મ જોઈ હતી, જેમાં 14 ફિલ્મ સિનેમેટિક ફીચર્સવાળી હતી. 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી અમે બધા હેરાન હતા.'

વિવાદ વધતા માફી માગી હતી
નદવે માફી માગતા કહ્યું હતું કે તેમણે પોતાનું નિવેદન કાશ્મીરના નાગરિકો માટે નહીં, પરંતુ માત્ર ફિલ્મ માટે આપ્યું હતું. જો તેમના નિવેદનથી લોકોને દુઃખ પહોંચ્યું હોય તો તે માફી માગે છે.

બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી
આ ફિલ્મ ગયા વર્ષે 11 માર્ચના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખરે, દર્શન કુમાર, પલ્લવી જોષી મહત્ત્વના રોલમાં હતા. વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ અંગે ઘણો જ વિવાદ થયો હતો. આ ફિલ્મમાં 1990માં કાશ્મીરમાં થયેલા નરસંહારની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મને ઘણાં લોકોએ પ્રોપેગેન્ડા ફિલ્મ પણ ગણાવી હતી. ફિલ્મ ભલે વિવાદમાં રહી હોય, પરંતુ ફિલ્મે ભારતમાં 252 કરોડ તથા વર્લ્ડવાઇડ માર્કેટમાં 341 કરોડની કમાણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...