તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:અનુપમ ખેર મુંબઈમાં ભાડાના અપાર્ટમેન્ટમાં રહે છે, કહ્યું- મારી માતા માટે શિમલામાં એક માત્ર પ્રોપર્ટી ખરીદી છે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હાલમાં મુંબઈમાં તે જે ઘરમાં રહે છે, તે તેમનું પોતાનું નથી, પરંતુ ભાડાનું છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે શિમલામાં પ્રોપર્ટી ખરીદી છે. આ પ્રોપર્ટી માતા દુલારી ખેર માટે છે.

મુંબઈમાં ભાડેથી રહે છે
અનુપમે કહ્યું હતું, 'મારી પાસે મુંબઈમાં એક પણ અપાર્ટમેન્ટ નથી. હું ભાડાના ઘરમાં રહું છું. મેં 4-5 વર્ષ પહેલાં જ નક્કી કર્યું હતું કે મારે કોઈ પ્રોપર્ટી જોઈતી નથી. ચાર વર્ષ પહેલાં મેં એક માત્ર પ્રોપર્ટી શિમલામાં ખરીદી હતી. અહીંયા મારી માતા માટે ઘર ખરીદ્યું હતું.' વધુમાં એક્ટરે કહ્યું હતું કે તેમની માતા દુલારીનું સપનું હતું કે તેમનું શિમલામાં પોતાનું ઘર હોય, કારણ કે તે અનેક વર્ષો સુધી ભાડાના મકાનમાં રહેતા હતા. આથી જ તેમણે માતા માટે ખાસ ઘર ખરીદ્યું છે.

માતાને સ્પેશિયલ ગિફ્ટ આપી
એક્ટરે આગળ કહ્યું હતું, 'હું માતાને સ્પેશિયલ ગિફ્ટ આપવા માગતો હતો. આથી જ મેં ઘરના માલિકને પૂછ્યું હતું કે શું તે પૂરી સંપત્તિ વેચવા તૈયાર છે. પછી મેં મારી માતાને અન્ય રૂમ બતાવ્યા હતા. માતાને મેં જ્યારે કહ્યું કે આખું ઘર ખરીદી લીધું છે તો તેમણે એમ કહ્યું હતું કે 'તારું મગજ ખરાબ થઈ ગયું છે, મારે આટલું મોટું ઘર નથી જોઈતું.'

ફિલ્મ 'શિવ શાસ્ત્રી બડબોલા'માં જોવા મળશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુપમ પોતાની 519મી ફિલ્મ 'શિવ શાસ્ત્રી બડબોલા'નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં નીના ગુપ્તા મહત્ત્વના રોલમાં છે. ફઇલ્મની વાર્તા અમેરિકાના નાના ગામમાં રહેતા ઇન્ડિયન કેવી રીતે ત્યાં સર્વાઇવ કરે છે, તેના પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...