તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવુક:અનુપમ ખેર માત્ર નીતુ સિંહને મળીને ઈમોશનલ થયા, કહ્યું- ન્યૂયોર્કની યાદ તાજી થઈ ગઈ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રસ નીતુ સિંહે ફિલ્મ 'જુગ જુગ જિયો'નું શૂટિંગ ચંદીગઢમાં શરૂ કર્યું છે. ગુરુવાર, 19 નવેમ્બરની રાત્રે અનુપમ ખેરે નીતુ સિંહ સાથે મુલાકાત કરી હતી. રિશી કપૂરના નિધન બાદ નીતુને પહેલી જ વાર સેટ પર જોઈને અનુપમ ખેર ઈમોશનલ થઈ ગયા હતા. તેમણે સોશિયલ મીડિયામાં જૂની તસવીરો શૅર કરીને પોતાની ભાવના વ્યક્ત કરી હતી.

અનુપમે કહ્યું, તમારું કામ જોઈને ખુશ થઈ ગયો
અનુપમે પોસ્ટ કરીને કહ્યું હતું, 'પ્રિય નીતુ, ગઈ રાત્રે ચંદીગઢમાં રિશીજી વગર તમારી સાથે મુલાકાત થઈ અને તેને કારણે ન્યૂ યોર્કની યાદ તાજી થઈ ગઈ. આપણે સાથે રડ્યા અને તે આંસુઓએ તે ક્ષણોને વધુ સ્ટ્રોંગ બનાવી દીધી.'

'આ ફોટો યાદ અપાવે છે કે રિશીનું વ્યક્તિત્વ જીવનથી ઘણું જ મોટું હતું. તમારું કામ જોઈને હું ખુશ થયો. આ કરીને તમે તેમને (રિશી) દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ બનાવી દીધા.'

'અમે, તમારા મિત્ર હંમેશાં તમારી સાથે છીએ. કેટલાંક સંબંધો ટેપ રેકોર્ડરના પોઝ બટન જેવા હોય છે, જેને તમે જ્યાં છોડીને જાવ છો તે ફરી પાછા ત્યાંથી શરૂ થઈ જાય છે. પ્રેમ તથા પ્રાર્થનાઓ.'

અનુપમ ખેરે પોસ્ટની સાથે જે તસવીર શૅર કરી છે, તે ગયા વર્ષે ન્યૂ યોર્કમાં ક્લિક કરવામાં આવી હતી. તસવીરમાં અનુપમ ખેર, રિશી કપૂર, નીતુ સિંહ ઉપરાંત રિતેશ દેશમુખ તથા જેનેલિયા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું.

રાજ મહેતાના ડિરેક્શનમાં 'જુગ જુગ જિયો' બને છે
'જુગ જુગ જિયો'માં નીતુ ઉપરાંત અનિલ કપૂર, વરુણ ધવન તથા કિઆરા અડવાણી લીડ રોલમાં છે. ફિલ્મને 'ગુડ ન્યૂઝ' ફૅમ રાજ મહેતા ડિરેક્ટ કરે છે. રિશી કપૂરના નિધન બાદ નીતુની આ પહેલી ફિલ્મ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો