તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મસીહા માટે દીવાનગી:સોનુ સૂદને મળવા માટે વધુ એક ચાહક 700 કિમી ચાલીને આવ્યો, એક્ટરે કહ્યું- આવું કરીને જીવનને જોખમમાં ના મૂકો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાકાળમાં પીડિતોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે. લોકોની વચ્ચે સોનુ સૂદની દીવનગી એ હદે છે કે તેની એક ઝલક માટે લોકો દૂર દૂરથી ચાલીને મુંબઈ આવે છે. હાલમાં જ રઘુ નામનો એક ચાહક સોનુને મળવા માટે હૈદરાબાદથી 709 કિમી ચાલીને મુંબઈ આવ્યો હતો. એક્ટરે આ અંગેની માહિતી સો.મીડિયામાં આપી હતી.

સોનુની અપીલ, પોતાનું જીવન જોખમમાં ના મૂકો

સોનુ સૂદે રઘુ અંગે સો.મીડિયામાં વાત કરી હતી
સોનુ સૂદે રઘુ અંગે સો.મીડિયામાં વાત કરી હતી

સોનુએ રઘુની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'રઘુ હૈદરાબાદથી ચાલીને મુંબઈ આવ્યો અને રાતના 11 વાગે ઘરે પહોંચ્યો. તે ત્રીજો વ્યક્તિ છે, જે ચાલીને આવ્યો છે. તમારા પ્રેમનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. જોકે, હું તમામને અપીલ કરું છું કે આવું કરીને તમારા જીવનને જોખમમાં ના મૂકો.'

તસવીરમાં રઘુએ સોનુ સૂદની તસવીરવાળું બેનર પકડ્યું છે અને અંગ્રેજીમાં એક્ટરનું નામ લખ્યું છે. ફોટો પર સ્થાનિક ભાષામાં લખ્યું છે, જેનો અનુવાદ છે, 'સોનુ સૂદ મારી સફર, મારી જીત. હૈદરાબાદથી મુંબઈ પદયાત્રા.'

18 દિવસ પહેલાં વેંકટેશ નામનો ચાહક આવ્યો હતો
અંદાજે 18 દિવસ પહેલા વેંકટેશ હૈદરાબાદથી ચાલતો ચાલતો મુંબઈ સોનુ સૂદને મળવા આવ્યો હતો. સોનુએ કહ્યું હતું, 'વેંકટેશ, આ છોકરો હૈદરાબાદથી મુંબઈ ખુલ્લા પગે ચાલીને મને મળવા આવ્યો. મેં તેના અહીંયા આવવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ તે ચાલીને જ આપ્યો. તે ઘણો જ પ્રેરણાદાયી છે અને હું તેનો આભારી છું.'

વેંકટેશ ખુલ્લા પગે હૈદરાબાદથી મુંબઈ ચાલીને આવ્યો હતો
વેંકટેશ ખુલ્લા પગે હૈદરાબાદથી મુંબઈ ચાલીને આવ્યો હતો

વધુમાં સોનુએ કહ્યું હતું કે તે અન્ય કોઈને આ રીતે મુશ્કેલી સહન કરીને ચાલીને આવવાની કોઈ પ્રેરણા આપતો નથી.