તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનાઉન્સમેન્ટ ઓફ ધ ડે:જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'નું ફર્સ્ટ લુક, 'ઉરી'ની સેકન્ડ રિલીઝ એનિવર્સરી પર રિલીઝ થયું 'અશ્વત્થામા'નું પોસ્ટર

15 દિવસ પહેલા

બોલિવૂડમાં હવે એક પછી એક ફિલ્મોનું અનાઉન્સમેન્ટ અને ફર્સ્ટ લુક પોસ્ટર, ટીઝર, ટ્રેલર રિલીઝ થઇ રહ્યા છે. સોમવારે બે મોટા સ્ટાર્સ વિકી કૌશલ અને જાહ્નવી કપૂરની ફિલ્મ અનાઉન્સ થઇ. સોશિયલ મીડિયા પર અનાઉન્સ થયેલી આ ફિલ્મો સાથે તેની અન્ય જાણકારી પર શેર કરવામાં આવી છે.

વિકીએ લખ્યું- આભારી અને ઘણો ખુશ છું
વિકી કૌશલે મહાભારતના એક મહત્ત્વના વ્યક્તિ અશ્વત્થામા પર બની રહેલી સાઇન્સ ફિક્શન ફિલ્મ 'ધ ઇમમોર્ટલ અશ્વત્થામા'નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું. આ અનાઉન્સમેન્ટ આદિત્ય ધરની ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'ની સેકન્ડ રિલીઝ એનિવર્સરી પર કરવામાં આવ્યું. આ ફિલ્મનું ડિરેક્શન પણ આદિત્ય ધર જ કરી રહ્યા છે. રોની સ્ક્રૂવાલા ફિલ્મના પ્રોડ્યુસર છે.

વિકીએ લખ્યું, ઘણો ખુશ અને આભારી છું. ઉરી ની સેકન્ડ એનિવર્સરી પર તમને અમર અશ્વત્થામાની ઝલક દેખાડી રહી છે. ડ્રીમ ટીમ સાથે આ જર્ની પર જવા માટે રાહ જોઈ શકું એમ નથી.

પટિયાલા બેબી બની જાહ્નવીનો ફર્સ્ટ લુક
આનંદ એલ રાય અને સુબાસકરણના પ્રોડક્શનમાં બની રહેલી જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુડ લક જેરી'નો જાહ્નવીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. ફિલ્મમાં જાહ્નવી સિવાય દિપક ડોબરિયાલ, મીતા વશિષ્ઠ, નીરજ સૂદ પણ હશે. ફિલ્મનું શૂટિંગ સોમવારે 11 જાન્યુઆરીથી પંજાબમાં શરૂ થયું જે માર્ચ 2021 સુધી ચાલશે. સિદ્ધાર્થ સેનગુપ્તા ડિરેક્ટર છે.

શૂટિંગ પહેલાં જ હંગામો
પંજાબના બસ્સી પઠાનાંમાં 'ગુડ લક જેરી'ની ટીમને ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો. શૂટિંગને આંદોલનકારીઓએ રોકી દીધું. આ ઘટના પછી ફિલ્મના યુનિટે ખેડૂતોને ભરોસો આપ્યો કે જ્યાં સુધી તેઓ સંતુષ્ટ નહિ થાય ત્યાં સુધી કામ નહીં થયા. સાથે જ જાહ્નવી કપૂરે સોશિયલ મીડિયા પર ખેડૂતોના સપોર્ટમાં પોસ્ટ શેર કરી, ત્યારે જઈને શૂટિંગનું કામ ફરી શરૂ થઇ શક્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser