તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક ફિલ્મ:પીએમ મોદીનાં જીવન પર આધારિત ‘ઇન્ડિયા ઈન માય વેઇન્સ’ ફિલ્મ બનશે, ટૂંક સમયમાં અયોધ્યાની ફિલ્મી રામલીલા શૂટિંગ શરૂ કરશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિનામાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે
  • ફિલ્મનું શૂટિંગ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં થશે

ઉત્તર પ્રદેશનાં અયોધ્યામાં ફિલ્મી રામલીલાનું સફળ આયોજન કરનારી ટીમ હવે પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર ‘ઇન્ડિયા ઈન માય વેઇન્સ’ નામની ફિલ્મ શૂટ કરશે. આ વિશે અયોધ્યામાં ફિલ્મી કલાકારોના રામલીલા આયોજક સુભાષ મલિક બોબીએ આપી છે. ફિલ્મનું શૂટિંગ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં થશે અને ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબમાં પણ થશે. 6 મહિનામાં ફિલ્મ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મનું નામ ‘ઇન્ડિયા ઈન મે વેઇન્સ’ છે. જેનો અર્થ નસ-નસમાં ભારત થાય છે.

સુભાષ મલિક બોબીએ કહ્યું કે, હું જ પ્રોડ્યસુર અને ડિરેક્ટર બનીશ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે 27 વર્ષથી જોડાયેલા બોબી આની પહેલાં પણ ઘણી ફિલ્મ બનાવી ચૂક્યા છે. મોદીની ફિલ્મની સ્ટોરી 2014થી શરૂ થશે. 29 માર્ચનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે.

મોદીનો રોલ કેપ્ટન રાજ માથુર પ્લે કરશે
ફિલ્મમાં મોદીના કેરેક્ટરમાં કેપ્ટન રાજ માથુર દેખાશે. અન્ય રોલમાં સુરેન્દ્ર પાલ. રજા મુરાદ. બિંદુ દારા સિંહ. શહબાઝ ખાન, અસરાની જેવા ઘણા સ્ટાર્સ દેખાશે. 6 મહિનાની અંદર શૂટિંગ પૂરું થઇ ગયા પછી દર્શકોને જોવા મળશે.

ઘણા વર્ષોથી મોદી પર ફિલ્મ બનાવવાનું વિચારતા હતા
સુભાષ મલિકે કહ્યું, પીએમ મોદી પર ફિલ્મ બનાવવાનું હું ઘણા વર્ષોથી વિચારી રહ્યો હતો. તેઓ દેશને ક્યાંથી ક્યાં લઈને આવ્યા અને ભારત માટે જે કર્યું તે આપણે ક્યારેય ભૂલી નહિ શકીએ. તેઓ યુવાનો માટે, ખેડૂતો માટે અને બાકી દરેક લોકો માટે દિલમાં સ્થાન રાખે છે. દરેક વ્યક્તિ તેમની સાથે ડાયરેક્ટ જોડાય છે. તેમની નજરમાં કોઈ નાનું-મોટું નથી. અત્યાર સુધી આપણા દેશને આવા વડાપ્રધાન મળ્યા નથી અને જ્યારથી મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી દેશે દિવસે બેગણી અને રાતે ચારગણી પ્રગતિ કરી છે.

મોદી પર એક ફિલ્મ અને એક વેબ સિરીઝ બની છે
વડાપ્રધાન મોદીના જીવન પર એક ફિલ્મ બની છે. તેમાં વિવેક ઓબેરોયે મોદીનો રોલ પ્લે કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ ઈલેક્શન કમિશને રિલીઝ અટકાવી હતી. આ ફિલ્મ ચૂંટણી પછી રિલીઝ થઇ હતી, જે ખાસ ચાલી નહોતી. આ ઉપરાંત મોદી પર એક વેબસિરીઝ ‘મોદી: જર્ની ઓફ એ કોમન મેન’ પણ બની હતી.