મહેંદીથી સાત ફેરા સુધીની સફર તસવીરોમાં:અંકિતા લોખંડે-વિકી જૈનના વેડિંગ ફોટોઝ, એક્ટ્રેસે કહ્યું- પ્રેમ ધૈર્યવાન છે, પરંતુ અમે નથી

મુંબઈ5 મહિનો પહેલા

ટીવી તથા બોલિવૂડ એક્ટ્રેસ અંકિતા લોખંડેએ લોંગ ટાઇમ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે 14 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નની તસવીરો તથા વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયા છે. અંકિતાએ સો.મીડિયામાં લગ્નની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં અંકિતા તથા વિકીની જોડી ઘણી જ સુંદર લાગે છે.

અંકિતા લોખંડેએ તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'પ્રેમ ધૈર્યવાન છે, પરંતુ અમે નથી, સરપ્રાઇઝ. હવે અમે ઑફિશિયલી મિસ્ટર એન્ડ મિસિસ જૈન છીએ.' અંકિતા તથા વિકીએ 14 ડિસેમ્બરે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં પરિવાર તથા મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. રાત્રે રિસેપ્શન આપ્યું હતું. અંકિતા તથા વિકીની હલ્દી, મહેંદી, સંગીત તથા એન્ગેજમેન્ટની અનેક તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ હતી.

જુઓ, અંકિતા-વિકીનો વેડિંગ આલ્બમ...