રિલેશનશિપ:વિકી કૌશલ તથા કેટરીના કૈફના સંબંધો અંગે અનિલ કપૂરના દીકરાએ કહ્યું, 'બંને સાથે છે'

મુંબઈ6 મહિનો પહેલા
  • વિકી કૌશલ તથા કેટરીના વચ્ચે 2019થી અફેર હોવાની ચર્ચા છે
  • પહેલાં કેટરીનાના સંબંધો સલમાન સાથે હતા અને પછી રણબીર સાથે પણ હતા

આજકાલ કેટરીના કૈફ તથા વિકી કૌશલ અફેરને કારણે ચર્ચામાં છે. ઘણીવાર એવી ચર્ચા થતી હોય છે કે બંને એકબીજાને ડેટ કરે છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. જોકે, અત્યાર સુધી કેટરીના અને વિકી કૌશલે પોતાના સંબંધો અંગે કંઈ પણ કહ્યું નથી, પણ હવે એક્ટર હર્ષવર્ધન કપૂર (અનિલ કપૂરનો દીકરો)એ આ અંગે વાત કરી છે. તેણે સ્વીકાર્યું છે કે કેટ તથા વિકી વચ્ચે અફેર ચાલી રહ્યું છે.

શું કહ્યું હર્ષવર્ધને?
હર્ષવર્ધન કપૂરને ઈન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઈન્ડસ્ટ્રીમાં તે કોના રિલેશનશિપના સમાચારોને સાચા અથવા તો PRનું કામ માને છે? જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું કે વિકી તથા કેટરીના સાથે છે અને આ સત્ય છે. જોકે, પછી તરત જ હર્ષવર્ધન કપૂરે કહ્યું હતું કે શું આ જણાવીને તે કોઈ મુસીબતમાં મુકાશે?

વિકી હાલમાં જ કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો
હાલમાં જ વિકી કૌશલ લેડી લવ કેટરીના કૈફના ઘરની બહાર જોવા મળ્યો હતો. સોમવાર, 7 જૂનના રોજ વિકી બપોરે કેટના ઘરે આવ્યો હતો. વિકી અહીંયા થોડાંક કલાકો રોકાયો હતો અને પછી પોતાના ઘરે જતો રહ્યો હતો. ગયા વર્ષે લૉકડાઉનમાં પણ ઘણીવાર વિકી એક્ટ્રેસના ઘરે જતો જોવા મળ્યો હતો.

આ વર્ષે પહેલાં વિકી અને પછી કેટરીનાને કોરોના થયો
આ વર્ષે પહેલાં વિકી કૌશલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બીજા જ દિવસે કેટરીના પણ પોઝિટિવ થઈ હતી. વિકી તથા કેટ વચ્ચે 2019થી અફેર હોવાની ચર્ચા ચાલી રહી છે. બંને બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળે છે. જોકે, વિકી તથા કેટરીનાએ પોતાના સંબંધો અંગે વાત કરવાની ના પાડી દીધી હતી. વિકીએ કહ્યું હતું કે તે અંગત લાઈફ વિશે વાત કરવામાં સહજ નથી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં વિકી તથા કેટરીના સાથે જોવા મળ્યા હતા. આ પહેલાં બચ્ચન પરિવારની પાર્ટીમાં પણ બંને સાથે હતા. આટલું જ નહીં બંનેએ માલદિવ્સમાં વેકેશન પણ મનાવ્યું હતું. જોકે, હજી સુધી બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો અંગે કંઈ જ કહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે વિકી પહેલાં કેટરીનાના સંબંધો સલમાન તથા રણબીર સાથે હતા. સલમાન સાથેના બ્રેકઅપ બાદ કેટરીના તથા રણબીર લીવ ઈનમાં રહેતા હતા. જોકે, રણબીરે કેટ સાથેના સંબંધો તોડીને આલિયા ભટ્ટ સાથે નિકટતા કેળવી હતી.