એકબીજાના થયા રિયા-કરન:પરિવારના સભ્યોની હાજરીમાં અનિલ કપૂરની બીજી દીકરીએ ઘરમાં જ લગ્ન કર્યા, તસવીરોમાં જુઓ

મુંબઈ3 મહિનો પહેલા
  • રિયા કપૂરની કઝિન જાહન્વી દિલ્હીમાં હોવાથી લગ્નમાં આવી શકી નહોતી.
  • અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને સ્વીટ્સ વહેંચી હતી.

અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરના 14 ઓગસ્ટના રોજ સાંજના બોયફ્રેન્ડ કરન બુલાની સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન અનિલ કપૂરના જુહૂ સ્થિત બંગલોમાં જ યોજવામાં આવ્યા હતા. કોરોનાકાળની વચ્ચે યોજાયેલા આ લગ્નમાં પરિવારના નિકટના સભ્યો તથા ખાસ મિત્રો જ હાજર રહ્યા હતા.

લગ્નમાં કોણ સામેલ થયું હતું?
લગ્નમાં અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂર તથા ખુશી કપૂર, અર્જુન તથા અંશુલા આવ્યા હતા. અનિલના નાના ભાઈ સંજય કપૂરનો પૂરો પરિવાર આવ્યો હતો. શનાયા કપૂર લહેંગામાં ઘણી જ સુંદર લાગતી હતી. જાહન્વી કપૂર દિલ્હીમાં પંજાબી સિંગર શ્રેય સિંઘલની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહી હતી અને તેથી જ તેણે બહેનના લગ્ન મિસ કર્યા હતા. લગ્નમાં ફેશન ડિઝાઈનર તથા રિયા કપૂરના ખાસ ફ્રેન્ડ મસાબા ગુપ્તા પણ જોવા મળી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી.

અનિલ કપૂરે ફોટોગ્રાફર્સને સ્વીટ્સ આપી
ઘરની બહાર ઊભા રહેલા ફોટોગ્રાફર્સને અનિલ કપૂરે મીઠાઈ વહેંચી હતી. તેણે મીઠાઈ વહેંચતા સમયે કહ્યું હતું, 'દિલથી આપી રહ્યો છું, આશીર્વાદ આપો, દુઆ આપો, તમારા લોકોની શુભેચ્છા આપો, તમારો ખૂબ ખૂબ આભાર. જે રીતે સોનમને તમે શુભેચ્છા પાઠવી હતી, આજે રિયાને પણ શુભેચ્છા આપો. પ્લીઝ..'

તસવીરોમાં જુઓ લગ્નની ખાસ તસવીરો....

અનિલ કપૂરની બહેન રીના પતિ સાથે
અનિલ કપૂરની બહેન રીના પતિ સાથે
અનિલ કપૂરની માતા
અનિલ કપૂરની માતા
અનિલ કપૂરનો ભાણીયો મોહિત મારવાહ
અનિલ કપૂરનો ભાણીયો મોહિત મારવાહ
લગ્ન બાદ રિયા કપૂર પતિ કરન સાથે
લગ્ન બાદ રિયા કપૂર પતિ કરન સાથે
ફોટોગ્રાફર્સને સ્વીટ્સ વહેંચતો અનિલ કપૂર
ફોટોગ્રાફર્સને સ્વીટ્સ વહેંચતો અનિલ કપૂર
અર્જુન કપૂર
અર્જુન કપૂર
સંજય કપૂર પત્ની મહિપ તથા દીકરા સાથે
સંજય કપૂર પત્ની મહિપ તથા દીકરા સાથે
મસાબા ગુપ્તા
મસાબા ગુપ્તા
અનિલ કપૂર
અનિલ કપૂર
અંશુલા કપૂર
અંશુલા કપૂર
બોની કપૂર
બોની કપૂર
શનાયા કપૂર તથા ખુશી કપૂર
શનાયા કપૂર તથા ખુશી કપૂર
સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે
સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે