તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદ:અનિલ કપૂરે રિશી કપૂરને યાદ કરી ‘સાવરિયા’ ફિલ્મની હેપ્પી મેમરીઝ શેર કરી લખ્યું, જેમ્સને યાદ કરી રહ્યો છું

મુંબઈ9 મહિનો પહેલા

રિશી કપૂર 67 વર્ષની વયે 30 એપ્રિલે દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા. અનિલ કપૂરે તેમને યાદ કરી સોશિયલ મીડિયા પર અમુક યાદોને ફરી તાજા કરી છે. અનિલ કપૂરે તેમના જેમ્સને યાદ કરી અમુક ફોટોઝ શેર કર્યા હતા જેમાં અનિલ તેમની પત્ની સુનિતા કપૂર અને રિશી કપૂર સાથે તેમની પત્ની નીતુ સિંહ હતા. તે ફોટોઝ તેમના બાળકો સોનમ કપૂર અને રણબીર કપૂરની ડેબ્યુ ફિલ્મની ઇવેન્ટના હતા.

અનિલ કપૂરે પોસ્ટ શેર કરી લખ્યું કે, જેમ્સને યાદ કરી રહ્યો છું. સોનમ અને રણબીરના કરિયર લોન્ચને નીતુ અને રિશી સાથે શેર કરવું એ મારા લાઈફની અમુક સુંદર યાદોમાંની એક યાદ છે.

સોનમ કપૂર અને રણબીર કપૂરે 2007માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘સાવરિયા’માં બંને લીડ એક્ટરના રોલમાં હતા. રિશી કપૂર છેલ્લા બે વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા. મુંબઈમાં તેમણે રિલાયન્સ હોસ્પિટલમાં 30 એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો