રિયા-કરનના રિસેપ્શન Pics:અનિલ કપૂરે દીકરીના રિસેપ્શનમાં માત્ર સંબંધીઓને બોલાવ્યા, ઇન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ નહીં

મુંબઈ2 વર્ષ પહેલા
અનિલ કપૂર, જાનવી કપૂર, રિયા-કરન
  • અનિલ કપૂરના ઘરમાં જ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું

બોલિવૂડ એક્ટર અનિલ કપૂરની બીજી દીકરી રિયા કપૂરના લગ્ન 14 ઓગસ્ટના રોજ કરન બુલાની સાથે યોજાયા હતા. આ લગ્ન અનિલ કપૂરના ઘરમાં જ થયા હતા. લગ્નમાં માત્ર પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. લગ્નના બે દિવસ બાદ એટલે કે 16 ઓગસ્ટના રોજ અનિલ કપૂરે દીકરીની રિસેપ્શન પાર્ટી આપી હતી. આ પાર્ટી પણ અનિલ કપૂરના જુહુ સ્થિત બંગલામાં યોજાઈ હતી. કોરોનાને કારણે અનિલ કપૂરે રિસેપ્શનમાં પણ પરિવારના સભ્યો તથા નિકટના ખાસ મિત્રોને આમંત્રણ આપ્યું હતું. વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડના અન્ય કોઈ સ્ટાર્સને ઇન્વાઇટ કરવામાં આવ્યા નહોતા.

વેડિંગ રિસેપ્શનમાં કોણ કોણ આવ્યું હતું?
વેડિંગ રિસેપ્શનમાં બોની કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, સંજય કપૂર, મહિપ કપૂર, મોહિત મારવાહ, કુનાલ રાવલ, ફરાહ ખાન, પૂજા ઢીંગરા સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. જાનવી બહેનના લગ્નમાં હાજર રહી શકી નહોતી, તે વેડિંગ પાર્ટીમાં જોવા મળી હતી. સોનમ કપૂર પતિ આનંદ આહુજા સાથે આવી હતી.

રિયા-કરને કેક કાપી
વેડિંગ પાર્ટીમાં રિયાએ પતિ સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું. રિયા તથા કરન વચ્ચે છેલ્લાં 10 વર્ષથી સંબંધો હતા. રિયા પ્રોડ્યુસર હોવાની સાથે બહેન સોનમની સાથે રેસન નામની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે. કરન બુલાનીની વાત કરીએ તો તે એક ફિલ્મ-નિર્માતા છે. તેણે લગભગ 500 જાહેરાત બનાવી છે. આ ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’ જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે અનિલ કપૂરની સાથે 'સિલેક્શન ડે'માં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મ્સ પણ બનાવી છે.

તસવીરોમાં માણો રિયા-કરનની વેડિંગ પાર્ટી...

ડાબેથી, ખુશી કપૂર, અંશુલા, શનાયા મિત્ર સાથે.
ડાબેથી, ખુશી કપૂર, અંશુલા, શનાયા મિત્ર સાથે.
શનાયા કપૂર મિત્રો સાથે.
શનાયા કપૂર મિત્રો સાથે.
સોનમ કપૂર તથા પૂજા ઢીંગરા.
સોનમ કપૂર તથા પૂજા ઢીંગરા.
પતિ આનંદ આહુજા સાથે સોનમ.
પતિ આનંદ આહુજા સાથે સોનમ.
શનાયા કપૂર પરિવારના સભ્યો સાથે.
શનાયા કપૂર પરિવારના સભ્યો સાથે.
ડાબેથી, કુનાલ રાવલ, અર્જુન કપૂર તથા ફરાહ ખાન.
ડાબેથી, કુનાલ રાવલ, અર્જુન કપૂર તથા ફરાહ ખાન.
સંજય કપૂર, જહાન કપૂર, અનિલ કપૂર.
સંજય કપૂર, જહાન કપૂર, અનિલ કપૂર.
અનિલ કપૂર તથા ફરાહ ખાન.
અનિલ કપૂર તથા ફરાહ ખાન.
કેક કટિંગ કરતાં રિયા તથા કરન.
કેક કટિંગ કરતાં રિયા તથા કરન.
સંજય કપૂર.
સંજય કપૂર.
ખુશી કપૂર.
ખુશી કપૂર.
સંજય કપૂર પત્ની મહિપ તથા દીકરા જહાન સાથે.
સંજય કપૂર પત્ની મહિપ તથા દીકરા જહાન સાથે.
મસાબા ગુપ્તા.
મસાબા ગુપ્તા.
અર્જુન કપૂર.
અર્જુન કપૂર.
અંશુલા કપૂર.
અંશુલા કપૂર.
ફરાહ ખાન.
ફરાહ ખાન.
શનાયા કપૂર બહેન સોનમ-ખુશી તથા મિત્રો સાથે.
શનાયા કપૂર બહેન સોનમ-ખુશી તથા મિત્રો સાથે.
શનાયા કપૂર પરિવારના સભ્યો તથા મિત્રો સાથે.
શનાયા કપૂર પરિવારના સભ્યો તથા મિત્રો સાથે.
બોની કપૂર.
બોની કપૂર.