‘ઝક્કાસ’ ગિફ્ટ:અનિલ કપૂરે પત્નીને બર્થડે પર 1 કરોડની મર્સિડિસ કાર આપી, આ સેલેબ્સે પણ મોંઘી કાર ગિફ્ટમાં આપી છે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનિલ કપૂરે પોતાની પત્ની સુનીતાના 56મા જન્મદિવસ પર એક કરોડ રૂપિયાની લક્ઝૂરિયસ Mercedes Benz GLS ભેટમાં આપી છે. આ કારની તસવીરો સોશિયલ મીડિયામાં ખાસ્સી વાઇરલ થઈ છે.

અનિલ કપૂરે પત્નીને ગિફ્ટમાં આપેલી એક કરોડની ચકાચક મર્સિડિસ કાર
અનિલ કપૂરે પત્નીને ગિફ્ટમાં આપેલી એક કરોડની ચકાચક મર્સિડિસ કાર

અનિલ કપૂર પહેલાં પણ ઘણાં સેલેબ્સે પોતાના પરિવાર અથવા તો પાર્ટનરને મોંઘી કાર આપી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકાને તેના પતિ નિક જોનસે ન્યૂ મર્સિડિઝ મેબેક S650 ગિફ્ટમાં આપી હતી. પ્રિયંકાને તેના ગીત 'સકર'ની સફળતા માટે નિકે આ ભેટ આપી હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં કારની તસવીર શૅર કરીને નિકનો આભાર માન્યો હતો.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને લક્ઝૂરિયસ કારનો ઘણો જ શોખ છે. તેમની પાસે ઘણી કાર છે, જેમાં બેન્ટલે કોન્ટિનેન્ટલ GT સામેલ છએ. આ કર તેમણે દીકરા અભિષેક માટે ખરીદી હતી. વિધુ વિનોદ ચોપરાએ અમિતાભને રોલ્સ રોયસ કાર ભેટમાં આપી હતી. જોકે, હવે અમિતાભે આ કાર વેચી દીધી છે.

સલમાન ખાન

સલમાન ખાને 2012માં કેટરીના કૈફને બ્લેક SUV કાર ગિફ્ટમાં આપી હતી. આ ઉપરાંત સલમાને કેટરીનાને ઓડી પણ ભેટમાં આપી હતી. સલમાન ખાને પોતાની બહેન અર્પિતાને લગ્નમાં રોલ્સ રોયસ ગિફ્ટમાં આપી હતી.

અમિતાભ બચ્ચન​​​​​​​

અમિતાભે પૌત્રી આરાધ્યાના જન્મદિવસ પર મિની કૂપર કાર ખરીદી હતી.

રણવીર સિંહ

'ગલી બોય' એક્ટર રણવીર સિંહ 3.8 કરોડની એસ્ટન માર્ટિન રેપિડ Sનો માલિક છે. રણવીરે 32મા જન્મદિવસ પર પોતાને આ ગિફ્ટ આપી હતી.

રીતિક રોશન

રીતિક રોશને 42મા જન્મદિવસ પર રોલ્સ રોયસની કસ્ટમાઈઝ ઘોસ્ટ સિરીઝ ગિફ્ટ આપી હતી. આ કારની કિંમત 7 કરોડ રૂપિયાની છે.

કરન જોહર​​​​​​​

'અગ્નિપથ'ના આઈટમ સોંગ 'ચિકની ચમેલી'માં કેટરીના કૈફ જોવા મળી હતી. આ ગીત માટે કેટરીનાએ ફી લીધી નહોતી. કરને પછી અઢી કરોડની કાર ગિફ્ટમાં આપી હતી.